ગુજરાત મેરીટાઇમ બોર્ડના નવા ઇનહાઉસ મેગેઝીનનું વિમોચન કરતા મોદી
ગાંધીનગર, 30 જાન્યુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા પ્રકાશિત મેરીટાઇમ હોરાઇઝોન (ઇનહાઉસ મેગેઝીન)નું વિમોચન કર્યું હતું.
૧૬૦૦ કી.મી.નો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતનો દેશમાં કુલ કાર્ગો ટ્રાફિક ભારતના આર્થિક વિકાસમાં ૩પ ટકાથી વધારે છે. છેલ્લા એક જ દશકામાં ગુજરાતના બંદરોની કાર્ગો પરિવહન ક્ષમતામાં રર૮ મીલીયન ટનનો વાર્ષિક વધારો થયો છે જે દેશના અન્ય મેરીટાઇમ સ્ટેટમાં સૌથી વધારે છે.

ગુજરાત મેરીટાઇમ બોર્ડના કર્મચારી સંઘના પ્રમુખ અને ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ પણ મુખ્યમંત્રીને મેરીટાઇમ કર્મચારી સંઘ દ્વારા પ્રકાશિત કેલેન્ડર-ર૦૧૪ અર્પણ કર્યું હતું.












Click it and Unblock the Notifications
