ગુજરાત સરકારના વોટ ઓન એકાઉન્ટ બજેટ અંગે મોદીના પ્રતિભાવો

Posted By:
Subscribe to Oneindia News

ગાંધીનગર, 21 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે રાજય વિધાનસભામાં રજૂ થયેલા બજેટને ગુજરાતના તંદુરસ્ત અર્થતંત્ર અને ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવા માટેનું સતત ગતિશીલ બજેટ ગણાવ્યું છે.

ગુજરાતની અવિરત આર્થિક ગતિ અને પ્રગતિ સાથે દેશના વિકાસનું પણ ગ્રોથ એન્જીન ગુજરાત બની ગયું છે અને રાજ્યની આ વિકાસયાત્રામાં છેવાડાનો માનવી પણ લાભાર્થી બન્યો છે એમ તેમણે જણાવ્યું હતું.

નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આ વખતે ભારત સરકારે પણ ચૂંટણીને ધ્યાનમાં રાખીને વોટ ઓન એકાઉન્ટ પસાર કરી નાણાંકીય વ્યવસ્થા ગોઠવી છે. ભારત સરકારનું બજેટ ન આવ્યું હોય ત્યારે રાજ્યો માટે પણ આ વોટ ઓન એકાઉન્ટનો માર્ગ જ સુવિધાજનક હોય છે. ગુજરાતનું સંપૂર્ણ બજેટ લોકસભાની ચૂંટણી પછી અને ભારતના બજેટ સાથે આવશે પરંતુ આ વખતના વોટ ઓન એકાઉન્ટમાં રાજ્યની તિજોરીના પ૦ ટકા રકમ દલિતો, વંચિતો, પીડિતો, શોષિતો સહિત સમાજના પછાતવર્ગોના વિકાસ માટે રકમ વાપરવાનો અભિગમ રહેવાનો છે.

modi
ગુજરાતની આર્થિક સ્થિતી તંદુરસ્ત છે તેની ભૂમિકા સાથે મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ સતત પૂરાંતવાળું બજેટ આપ્યું છે. પ્રતિવ્યકિત આવકમાં પણ ધરખમ વધારો કર્યો જે દર્શાવે છે કે ગરીબ માનવીને આર્થિક લાભ કેટલો પહોંચ્યો તે પ્રતિવ્યકિત આવકની વૃધ્ધિથી પૂરવાર થાય છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભારતના વિકાસમાં ગુજરાતનો વિકાસ ફાળો પહેલાં પાંચ ટકા રહેતો, છેલ્લા એક દશકામાં આપણે મોટી હરણફાળભરી આથી આ ફાળો ૭ થી ૮ ટકા થઇ ગયો છે.

કૃષિ, મેન્યુફેકચરીંગ, સર્વિસ સેકટરના સંકલિત વિકાસ ઉપર મહત્વ આપતી તેમજ કૃષિક્ષેત્રમાં પણ આપણું યોગદાન ખૂબ મોટું રહયું છે. પહેલાં તો ખૂબ સારૂ વર્ષ હોય તો પણ ૩ ટકા યોગદાન ગુજરાતનું રહેતુ આજે રાજ્યના ખેડૂતોની તપસ્યા અને પરિશ્રમ તથા કૃષિના વૈજ્ઞાનિક અભિગમથી રણ ધરાવતું ગુજરાત પણ ૮ થી ૯ ટકા યોગદાન આપી રહયું છે. તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

દેશ આખા એ નોંધ લેવી પડે એવી કરકસરવાળી સરકારના સિમાચિન્હો પણ ગુજરાતે પાર કર્યા છે. તેનો ઉલ્લેખ કરતાં સૌના સાથ-સૌના વિકાસ અને સર્વાંગીણ વિકાસની નેમમાં તથા છેવાડાનો માનવી પણ લાભાર્થી બને અને ગુજરાત આર્થિક ગતિ-પ્રગતિ સાથે દેશના વિકાસનું ચાલક બને એવો વ્યૂહ રહેવાનો છે, તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

<iframe width="600" height="338" src="//www.youtube.com/embed/SA2N176xJ08" frameborder="0" allowfullscreen></iframe>
English summary
Narendra Modi welcomes Gujarat Government's Budget 2014 to 2015.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.