નરેન્દ્ર મોદી 14 ડિસેમ્બરે 7 જાહેરસભા સંબોધશે

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સવારે 9.00 કલાકે આઈ.ટી.આઈ.ની સામે, દાહોદ રોડ, ઝાલોદમાં પ્રથમ જાહેરસભા સંબોધી પોતાનો ઝંઝાવાતી પ્રચાર પ્રારંભ કરશે. મોદી સાંજે 7.30 કલાકે સેવન ડે હાઈસ્કુલ, ગુરુજી બ્રીજના નાકે, ખોખરા, અમદાવાદ ખાતે અંતિમ સભાને સંબોધન કરશે.
14 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ઝાલોદ ખાતે જાહેરસભાને સંબોધી સવારે 10.00 કલાકે જી.બી. ડામોર ઈંગ્લિશ મીડીયમ સ્કુલ, સંતરામપુર રોડ, મોરવા હડપ, 11.30 કલાકે ચંકોરી, પાદરા ખાતે, 12.45 કલાકે ચકડોળ ગ્રાન્ડ, ખંભાત ખાતે જાહેરસભાને સંબોધન કરશે.
તેઓ બપોરે 2.00 કલાકે વ્યાયામશાળા મેદાન, આણંદ ખાતે, 3.15 કલાકે વૈશાલી સિનેમા પાસે, ખેડ ટસીયા રોડ, હિમ્મતનગર ખાતે અને અંતિમ સભા સાંજે 7.30 કલાકે સેવન ડે હાઈસ્કુલ, ગુરુજી બ્રીજના નાકે, ખોખરા, અમદાવાદ ખાતે સંબોધી ગાંધીનગર પરત આવશે.












Click it and Unblock the Notifications
