For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી, ઉમા ભારતી, અપરા મહેતા 7મીએ સભાઓ ગજવશે

|
Google Oneindia Gujarati News

bjp-logo
અમદાવાદ, 6 ડિસેમ્બર : ગુજરાતમાં 13 ડિસેમ્બર અને 17 ડિસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના ઉમેદવારોના પ્રચારાર્થે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 7 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ સ્થાનો પર સાત જાહેરસભાને સંબોધન કરશે. મુખ્યમંત્રી 7 ડિસેમ્બર, શુક્રવારે સવારે 9.00 કલાકે ઝેરડા, તા.ડીસા, બનાસકાંઠા ખાતે જાહેરસભાને સંબોધી પોતાના ઝંઝાવાતી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે.

બનાસકાંઠાથી જાહેરસભા સંબોધી તેઓ એ.પી.એમ.સી., સમી, પાટણ જીલ્લામાં સવારે 10.30 કલાકે જાહેરસભા સંબોધશે. બપોરે 12.00 કલાકે માલવણ, સુરેન્દ્રનગર ખાતે, બપોરે 2.00 કલાકે ફલ્લા, જામનગર ખાતે, 3.30 કલાકે બેન્ટમ્બી, હનુમાન મંદિર, જામકંડોરડા ખાતે જાહેરસભાને સંબોધશે. 7 ડિસેમ્બરના ચૂંટણી પ્રચાર કાર્યક્રમના અંતમાં મુખ્યમંત્રી પ્રદર્શન ગ્રાઉન્ડ, જામનગરમાં સાંજે 6.30 કલાકે અને રાત્રે 8.00 કલાકે મોહન સિનેમા, અસારવા, અમદાવાદ ખાતે જાહેરસભાને સંબોધશે.

ભાજપાના ગુજરાત વિધાનસભાના ઉમેદવારોના ચૂંટણી પ્રચારાર્થે ભાજપાના રાષ્ટ્રીય નેતા તેમજ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી 7 ડિસેમ્બરના રોજ ૨ જાહેરસભાઓને સંબોધન કરશે. તેઓ બપોરે 2.00 કલાકે કનકબા પાર્ટી પ્લોટ, નિરાંત ચાર રસ્તા, વસ્ત્રાલ મહિલા સભાને અને સાંજે 6.00 કલાકે સંગમ ચારરસ્તા, વડોદરા ખાતે જાહેરસભાને સંબોધશે.

ગુજરાતી ફિલ્મ જગતના ફિલ્મ કલાકાર મહેશભાઈ કનોડિયા અને નરેશ કનોડિયા 7 ડિસેમ્બરના રોજ 11.30 થી 1.30 બાકોરપાંડરવાલા, ખાનપુર, લીંબાડીયા રોડ-શો કરશે. બપોરે 2.00 કલાકે દેવ ચારરસ્તા, ખેડા જાહેરસભાને સંબોધશે. સાંજે 5.00 કલાકે મોટી ઝેર, ખેડા જીલ્લામાં અને રાત્રે 7.00 કલાકે આંતરસુબા ખેડા જીલ્લામાં જાહેરસભા સંબધોશે.

ભાજપાના ઉમેદવારોના ચૂંટણી પ્રચારાર્થે જાણીતા ટી.વી. અને ફિલ્મી અભિનેત્રી અપરા મહેતા 7 ડિસેમ્બરના રોજ ચાર સ્થાનો પર જાહેરસભા, રોડ-શૉ અને મહિલા સંમેલનમાં હાજરી આપી ભાજપાના ઉમેદવારોને વિજયી બનાવવા જનતા-જનાર્દનને અપીલ કરશે. તેઓ સવારે 11.00 કલાકે પારાવડી ગામ, ભાવનગર જાહેરસભા,
ગારીયાધારમાં બપોરે 12.00 કલાકે જાહેરસભા સંબોધી બપોરે 4.00 થી 5.30 ભાવનગરમાં રોડ-શૉ કરશે અને5.30 કલાકે ભાવનગરમાં મહિલાસભા (સંમેલન) અને રાત્રે 8.00 ભાવનગર ખાતે યોજાયેલી મહિલાસભા(સંમેલન)માં હાજરી આપી સંબોધન કરશે.

ભાજપાના અગ્રણી તેમજ રાજયના મત્સ્ય પ્રધાન શ્રી પુરસોત્તમ સોલંકી ભાજપાના ઉમેદવારોના ચૂંટણી પ્રચારાર્થે સૌરાષ્ટ્રના જુદા જુદા વિધાનસભા ક્ષેત્રોમાં 7 ડિસેમ્બરના રોજ પાંચ જાહેરસભા સંબોધશે. તેઓ સવારે 10.00 કલાકે વીંછીયા ગામ(જસદણ), 12.00 કલાકે ગુડસરા(વાંકાનેર), 1.30 કલાકે ધારી(અમરેલી વિધાનસભા), 2.30 કલાકે ખારેડા(કેશોદ વિધાનસભા) અને 4.00 કલાકે પ્રાચી ગામ(તલાલા) વિધાનસભામાં સભાને સંબોધન કરશે.

English summary
Narendra Modi will address 7 rallies on 7th December.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X