PM નરેન્દ્ર મોદી 3 ડિસેમ્બરે ફરી પ્રચાર માટે ગુજરાત આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બરથી બે દિવસના ગુજરાત પ્રવાસે. અહીં તે અમદાવાદ, સુરેન્દ્રનગર, ભરૂચમાં જનસભા કરશે. તેમનો કાર્યક્રમ વાંચો અહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 ડિસેમ્બરે ફરીથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અને ચૂંટણીના માહોલમાં તેઓ બે દિવસમાં 6-7 જેટલી ચૂંટણી સભાઓને સંબોધન કરશે. 3 ડિસેમ્બરના પ્રધાનમંત્રીના પ્રાથમિક કાર્યક્રમની વિગતો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એસ.જી હાઇવે ખાતે આવેલા એસજીવીપીના સંકુલમાં બનેલી હોસ્પિટલનું ઉદ્ધાટન કરશે તે અગાઉ તેઓ સુરેન્દ્રનગર, ભરૂચમાં પણ જનસભાને સંબોધન કરશે.

ઉપરાંત ત્રીજી તારીખે રાજકોટમાં પણ સભાને સંબોધન કરે તેવી શકયતા છે. તો 4 ડિસેમ્બરના રોજ ફરીથી તેઓ દક્ષિણ ગુજરાતના ધરમુપર, વાસંદા તથા સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને જામનગરમાં પણ સભાને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભાજપની સ્થિતિને 9મી ડિસેમ્બરની ચૂંટણી પહેલા મુજબ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. વધુમાં ચોથી ડિસેમ્બરે રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે છે તેમ જાણવા મળ્યું છે. આમ ચૂંટણી પહેલા બંન્ને નેતાઓ જીત માટે એડી ચોટીમાં બળ લગાવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
