મોદી આવતીકાલ રવિવારે જશે પટણા

આ પહેલા પણ હુંકાર રેલીમાં મોદીની ગેરહાજરીને લઇને ઘણી ચર્ચાઓ મીડિયામાં થઇ હતી, બાદમાં બીજેપીએ સફાઇ આપી હતી કે મોદી અને નીતિશ કુમાર વચ્ચે કોઇ મતભેદ નથી.
જોકે દેખીતું છે કે જેડીયુ અને બીજેપીને લઇને બિહારની રાજનીતિમાં ગરમાવો છે. જોકે જેડીયુએ સંકેત પણ આપ્યા હતા કે જો નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદ માટેના ઉમેદવાર બનાવવામાં આવ્યા તો તેમનું ગઠબંધન ખતરામાં પડી શકે છે.
હવે જોવાનું એ છે કે આવતી કાલે મોદી બિહારમાં જઇને શું કહે છે, અને તેની પર જેડીયુની શું પ્રતિક્રિયા આવે છે. હાલમાં જેડીયુ અને બીજેપી વચ્ચે તીરાડ પડતી દેખાઇ રહી છે.












Click it and Unblock the Notifications
