For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે નરેન્દ્ર મોદી સુરતમાં કૃષિ મોલનું ઉદઘાટન કરશે

|
Google Oneindia Gujarati News

narendra-modi
સુરત, 12 જૂન : સુરત ખેતીવાડી બજાર ઉત્પાદન સમિતિ દ્વારા સુરતના સહારા દરવાજા ખાતે અદ્યતન એવા કૃષિ ઉત્પાદનોના જથ્થાબંધ તેમજ રીટેલ વેચાણ માટે કૃષિ મોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. રૂપિયા 125 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ કૃષિ મોલનું ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે 12 જૂન, 2013ના રોજ બપોરે બે વાગ્યે લોકાર્પણ કરશે.

આ અંગે માહિતી આપતા સુરત એપીએમસીના ચેરમેન રમણ જાનીએ જણાવ્યું છે કે "કૃષિ સમૃધ્ધિ એ જ આર્થિ‌ક સમૃધ્ધિની અવિરત આગેકૂચ'ના સૂત્રને સાર્થક કરવા સાથે રિંગ રોડ સહરા દરવાજા ખાતે ખેત ઉત્પાદનનો રીટેલ મોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મોલમાં ખેડૂતો દ્વારા સીધું ગ્રાહકોને જ શાકભાજી વેચવામાં આવશે તેમજ તેમના દ્વારા આ સ્થળ પરથી પોતાના ઉત્પાદનોની વિદેશમાં નિકાસ કરવી હોય તો તેની પણ સુવિધા તેમને મળી રહેશે. ચાર બેન્કોની શાખાઓ પણ આ સ્થળે કાર્યરત થશે અને વિદેશ વેપાર માટેની પાયાની આવશ્યકતા અને તેની જાણકારી માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે."

આ કાર્યક્રમમાં હાજર રહેવા રાષ્ટ્રીય રાજકારણમાં આ નવી જવાબદારી પછી મોદી બુધવારે પહેલીવાર સુરતમાં આવી રહ્યાં છે. તેમનું રેડકાર્પેટ સ્વાગત કરવા માટે શહેર ભાજપે તૈયારી આરંભી દીધી છે. એરપોર્ટ ઉપર જ ભવ્ય કાર્યક્રમ યોજવાની સાથે હજારો યુવાનોની બાઈક રેલી કાઢવાનું પણ નક્કી કરાયું છે.

શહેર ભાજપના વર્તુળોના કહેવા પ્રમાણે બુધવારે મોજી એરપોર્ટ ઉપર આવશે. ત્યાં જ તેમનું 10થી 15 હજાર લોકોની હાજરીમાં જાહેર અભિવાદન કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજ્યો છે. તદુપરાંત મુખ્યમંત્રી એરપોર્ટ ઉપરથી રવાના થાય તે પહેલાં ત્યાંથી 2500 યુવાનોની બાઇક રેલી પણ રવાના કરાવાશે.

English summary
Narendra Modi will inaugurate agriculture mall in Surat today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X