નરેન્દ્ર મોદી નૂતન વર્ષે નાગરિકોને મળશે

નવા વર્ષે સવારે 8.50 વાગે રાજ્યપાલને રાજભવન ખાતે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે. આ પેહેલા ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં સવારે સાડા સાત વાગે દર્શનાર્થે જઇને નરેન્દ્રભાઇ મોદી નૂતનવર્ષનો ભકિતભાવથી પ્રારંભ કરશે અને ત્યારબાદ નાગરિકો સાથે ગાંધીનગરમાં નૂતન વર્ષની શુભેચ્છાના આદાનપ્રદાન પછી સવારે 9.30 કલાકે અમદાવાદમાં ભદ્રકાળી મંદિરમાં દર્શન કરશે.
ગુજરાતના મુખ્યમંત્રી ત્યારબાદ સવારે 10.15 થી 11.00 કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવશે.












Click it and Unblock the Notifications
