• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતનો હિસ્સો પાક.ને આપી દેવા બાબતે મોદીનો PMને પત્ર

|
narendra modi
અમદાવાદ, 12 ડિસેમ્બર: અમદાવાદના નરોડા ખાતે ચૂંટણી સભાનું સંબધોન કરતી વખતે નરેન્દ્ર મોદીએ સર-ક્રિકનો મુદ્દે જ ભાષણ કરી કોંગ્રેસને ભીંસમાં લીધી હતી. મોદીએ ઉપસ્થિત જનમેદનીને કહ્યું હતું કે, હું અહીં એક ગંભીર મુદ્દે ચર્ચા કરવા આવ્યો છું, જે અંગે પ્રધાનમંત્રીને પત્ર પણ લખ્યો છે. પ્રધાનમંત્રી સર-ક્રિક અંગે પાકિસ્તાન સાથે કરાર કરવા જઇ રહ્યાં છે, પરંતુ જો તેમણે આ કરાર કર્યો તો ગુજરાત તબાહ થઇ જશે. જો તમે સર-ક્રિક વિસ્તાર પાકિસ્તાનને આપવાનું વિચાર્યું તો ગુજરાતની જનતા તમને માફ નહી કરે.

નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રીને લખેલ પત્ર આબેહૂબ આ પ્રમાણે છે:

આદરણીય પ્રધાનમંત્રીશ્રી,

હુ ખૂબ ગભીરતાથી રાષ્ટ્રહિતના વિષય ઉપર લખી રહયો છુ. કચ્છની સરહદે સર ક્રીકનો પ્રદેશ પાકિસ્તાનને સોંપી દેવા બાબતે ભારત સરકાર ગુપ્ત વાતચિત કરી રહી છે એ અગે દેશનુ ધ્યાન દોરી રહયો છુ.

આ વિષય ઉપર ૧૦મી એપ્રિલર૦૧રના રોજ આતરિક સુરક્ષા પરિષદની મુખ્યમંત્રીશ્રીઓની બેઠકમાં મેં મૂદો ઉઠાવેલો.

તાજેતરમાં મેં જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાઠાના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લાઓનો પ્રવાસ કર્યો ત્યારે ત્યાની જનતામાં પણ સરક્રીક પાકિસ્તાનને સોંપી દેવાની ભારત સરકારની છૂપી હિલચાલનો અણસાર આ સ્થાનિક જનતાને આવી જતા ગુજરાતની સલામતી અને સુરક્ષા અગેનો ડર તેમનામાં જોવા મળ્યો હતો.

સરક્રીક એ કચ્છની સરહદે આવેલો પ્રદેશ છે અને લગભગ સો વર્ષ પહેલાં કચ્છ અને સિન્ધ(પાકિસ્તાન)ના તત્કાલિન રાજવીઓ વચ્ચે સમજૂતિ થયેલી. એટલુ જ નહીં, બ્રિટનના તત્કાલિન વડાપ્રધાન હેરોલ્ડ વિલ્સનની અધ્યક્ષતામાં રચાયેલી ટ્રિબ્યુનલે આ સરક્રીકના ૯૦૦૦ ચો.કી.મી. સરહદી વિસ્તારમાથી માત્ર ૧૦(દશ) ટકા ઉપર જ પાકિસ્તાનનો હક્ક છે એવુ દર્શાવેલુ. હકિકત તો એ છે કે જો સરક્રીક પાકિસ્તાનને સોંપી દેવાય તો ગુજરાત સાથેની પાકિસ્તાનની આતરરાષ્ટ્રીય સરહદ સપૂર્ણ ખૂલ્લી થઇ જશે. મને એવી પણ માહિતી મળી છે કે તાજેતરમાં પાકિસ્તાને તેની આર્મી, નેવી અને એરફોર્સ સેનાઓની સયુકત સરકારી કવાયતરૂપે ગુપ્ત E.CODE સાથે Sea Spark-12 (સીસ્પાર્ક/૧ર)નુ એક મહિના સુધી સરક્રીકની નજીકમાં ઓપરેશન કર્યું હતુ. ગુજરાતની અને દેશની સુરક્ષા અને સલામતીના સદર્ભમાં આ ગભીરતમ અને વિપરીત સ્થિતિ સર્જી શકે છે.

સરક્રીક પાકિસ્તાનને સોંપાય તો ભારતના દરિયાકાઠાના એકસકલુઝીવ ઇકોનોમિક ઝોન (SEZ) ઉપર પણ પાકિસ્તાનના નિયત્રણની વધુ મજબૂત પકકડ આવી જાય એ સ્વાભાવિક છે. આનુ પરિણામ એ આવશે કે કચ્છ અને સૌરાષ્ટ્રના સાગરખેડુમાછીમારોની ઉપર પાકિસ્તાન તરફથી કાયમી આફતનો ભય ઝળુબતો રહેશે એટલુ જ નહીં, ગુજરાતના દરિયાકાઠાના બદરો અને રિફાઇનરીઓ જેવા મુખ્ય મહત્વના ઉદ્યોગમાળખાઓ અને દરિયાઇ સુરક્ષાના માળખાઓના (ડિફેન્સ ઇન્સ્ટોલેશન નેટવર્ક) ઉપર પણ ગભીર પડકારો ઉભા થશે.

હું સ્પષ્ટપણે સમજુ છું કે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં દરિયાકાઠે ઓફ શોર અને ઓન શોર કુદરતી ગેસ અને ઓઇલના સભવિત ક્ષેત્રો આવેલા છે. જો સરક્રીક ઉપર પાકિસ્તાનનો કબજો આવી જશે તો ગુજરાતના આ ભૂગર્ભ તેલગેસ પેટ્રોલીયમ ભડારોના વિકાસની સભાવના ઉપર ખતરો પેદા થશે અને ભારતની આ ક્ષેત્રની એનર્જીસિકયોરિટી (ઊર્જાસુરક્ષા) ભયમાં મૂકાશે. મેં તો અગાઉ ગુજરાતના આ તેલગેસ ક્ષેત્રોના ભૂગર્ભ ભડારના સશોધનવિકાસ માટે હાઇડ્રોકાર્બન ક્ષેત્રના કર્મશીલોનો મહત્તમ વિનિયોગ કરવા પણ સૂચન કરેલુ છે.

આથી હું સ્પષ્ટપણે માનુ છુ કે પાકિસ્તાનને સરક્રીક સોંપી દેવાનુ ભારત સરકારનુ કોઇપણ પગલુ માત્ર ગુજરાત જેવા સવેદનશીલ સરહદી રાજ્યની સુરક્ષા માટે જ નહીં પરતુ સરવાળે ભારતની સલામતીના વ્યૂહાત્મક રાષ્ટ્રીય હિત માટે પણ ઘાતક પૂરવાર થશે. સહુને એ ઇતિહાસ જાણીતો છે કે ૧૯૬પના ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુધ્ધની શરૂઆત સરક્રીકના પ્રદેશથી થઇ હતી.

મારે દુઃખ સાથે કહેવું છે કે સરક્રીક એ ગુજરાતનો સરહદી વિસ્તાર હોવા છતાં આ આખી પ્રક્રિયામાં ગુજરાત સરકાર સાથે કોઇ જ પરામર્શ કરવામાં આવ્યો નથી. બાગ્લાદેશ સાથે ભારત સરકારના TEESTA AGREEMENT (તિસ્તા સમજૂતી)ના કિસ્સામાં કેન્દ્ર સરકારે પશ્ચિમ બગાળના તત્કાલિન મુખ્યમત્રીશ્રી સાથે પરામર્શ કર્યો હતો અને છેલ્લી ઘડીએ આ સમજૂતી પાછી ખેંચી લેવામાં આવી હતી. આમ છતાં જો ભારત સરકાર સરક્રીક પ્રદેશ પાકિસ્તાનને સોંપી દેશે તો ગુજરાતની જનતાની સલામતી ઉપર કાયમી અસુરક્ષિતતાનો ખતરો ઉભો થશે. ભારત સરકાર દેશના હિતોના ભોગે પાકિસ્તાન સાથે કોઇ સમાધાન કરી શકે નહીં એમ હુ સ્પષ્ટપણે કહેવા માગુ છું અને ઇચ્છુ છું કે કોઇપણ સજોગોમાં સરક્રીક પાકિસ્તાનને સોંપી દેવાની વાટાઘાટો ઉપર કાયમી પૂર્ણવિરામ મૂકી દેવુ જોઇએ.

અત્યારે ચૂટણીની પ્રક્રિયા ચાલતી હોવા છતાં આજે જ આ ગભીર મૂદે આપનુ ધ્યાન એ માટે દોરવુ પડયુ છે કે મારા ધ્યાનમાં આવ્યુ છે કે ૧પમી ડિસેમ્બર સુધીમાં સરક્રિક પ્રદેશ પાકિસ્તાનને સોંપી દેવાના મૂદે ભારત સરકાર નિર્ણય લઇ લેવાની છે. આથી લોકશાહીમાં ચૂટણીની આદર્શ આચારસહિતાના પાલન માટે સપૂર્ણ આદર રાખીને, હુ મુખ્યમત્રી તરીકે નહીં પણ ગુજરાતના જાગૃત નાગરિક તરીકે આપને આ પત્ર લખી રહયો છુ કે કોઇપણ સજોગોમાં સરક્રિક પ્રદેશ પાકિસ્તાનને સોંપવાનો નિર્ણય કરવાનુ પગલુ ભારત સરકાર લેશે તો તે ભારતની સુરક્ષાના ભોગે જ હશે. મહેરબાની કરીને સરક્રિક ઉપર પાકિસ્તાનનો કબજો થાય એવુ કોઇ પગલુ લેશો નહીં. ગુજરાતની ચૂટણી સપણ થયા પછી હુ આપની વ્યકિતગત મુલાકાત લઇને રાષ્ટ્રીય સુરક્ષાના આ મુદ ઉપર ચર્ચા કરવા ઇચ્છુ છુ અને તે માટે આપનો સમય ફાળવવા વિનતી કરૂં છું.

નરેન્દ્ર મોદી

મહેસાણા ખાતે નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યો સર-ક્રિકનો મુદ્દો સાંભળો વીડિયોમાં:

lok-sabha-home

English summary
Narendra Modi written a letter to PM on Sir Creek agreement.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more