• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાંસદામાં નરેશ પટેલે કરી જાહેરસભા, બીજેપીના ઉમેદવાર પિયુષ પટેલને જીતાડવા કરી અપીલ

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. બે ફેઝમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનુ 8 ડિસેમ્બરે પરીણામ જાહેર કરવામાં આવશે. નવસારી જીલ્લાની વાસદા વિધાનસભા પર બીજેપીએ પિયુષ પટેલને ટિકીટ આપી છે. આજે રાનવેરીકલ્લા ગામે સિકોતર માતાના મંદિરના પટાંગણમાં ભાજપાની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના આદિજાતિ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલ, મધ્યપ્રદેશના રતલામના સાંસદ ગુમાનસિંહ દામરોજી, ભારતીય જનતા પાર્ટી વાંસદા વિધાનસભા સીટના ઉમેદવાર પિયુષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી અને મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી કરવામાં આવી હતી.

સભાને સંબોધતા નરેશ પટેલે જણાવ્યું હતું કે આખા ગુજરાતમાં જે રીતે ભાજપનું વાતાવરણ બની રહ્યું છે એનાથી વિશેષ આ વખતે વાંસદાની અંદર ભાજપનું ભગવામય વાતાવરણ બની ગયું છે. સૌ લોકોએ અને કાર્યકર્તાએ વાસદાના ભાજપના ઉમેદવાર પિયુષ પટેલને જીતાડવા એક જૂથ થઈ આહવાન કરું છું. જ્યારે પિયુષ પટેલે નામાંકન કર્યું ત્યારે જે મોટી જનમેદની ઉમટી પડી હતી અને ચારેકોર કેસરિયો જ કેસરિયો દેખાતો હતો તો બધા મને કેહતા કે આ રેલી છે કે રેલો !

આજે જીપીએસસીની પરીક્ષા પાસ કરવી એ કઈ નાની સહેલી વાત નથી ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત એવા ભારતીય જનતા પાર્ટીના વાંસદા વિધાનસભા સીટના ઉમેદવાર પિયુષ પટેલે જીપીએસસીની પરીક્ષા પાસ કરી નાયબ મામલતદાર તરીકે 10 વર્ષ સુધી નોકરી કરી હતી. આજે તેઓએ પોતાની નોકરીમાંથી રાજીનામું આપી પોતાની મહત્વકાંક્ષાઓને નેવે મૂકીને પોતાના વિસ્તારની અને પોતાના આદિવાસી પ્રજાઓની ચિંતા કરી તેનો વિકાસ કરવા માટે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી વાંસદા વિધાનસભા સીટના ઉમેદવાર બન્યા છે તો આપણે એમને જીતાડવા એક જૂથ થઈ લડવાનું છે એમ આહવાન કર્યું હતું.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળમાં દેશવાસીઓની ચિંતા કરી ત્રણ ત્રણ વખત મફત રસીના ડોઝ આપ્યા છે અને ત્રણ વર્ષ સુધી મફતમાં અનાજ આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર્તાઓની પાર્ટી છે મારા કાર્યકર્તાઓ જ મારા તાલેવાન છે એમ કહી કાર્યકર્તાઓનો જોશ અને જુસ્સો વધાર્યો હતો. આજે કિસાન સન્માન નિધિથી દરેક ખેડૂતના ખાતામાં દર વર્ષે મોદી સાહેબ ₹6,000 જમા કરાવે છે. ભારતીય જનતા પાર્ટી એ ભરોસાની ભાજપ સરકાર છે જેને મારા ગરીબ આદિવાસી પરિવાર અને આદિવાસી ખેડૂતોની ચિંતા કરી છે.

મધ્યપ્રદેશના રતલામના સાંસદ ગુમાનસિંહ દામરોજીએ જણાવ્યું હતું કે દેશ આઝાદ થયો ત્યારે સૌથી વધારે પછાત વર્ગ આદિવાસીઓનો હતો આ સમયમાં કોંગ્રેસની સરકારે જુઠ્ઠા વચનો આપી આદિવાસીઓની ગરીબી હટાવી દઈશું એમ કહી કર્યા હતા. કોંગ્રેસે ફક્ત આદિવાસીઓને ખોટા વચનો આપી વોટ બેન્કની ગંદી રાજનીતિ રમી છે. 5 ઓગસ્ટ 2019 ના દિવસે ધારા 370 હટાવવાથી જમ્મુ કાશ્મીરના તમામ આદિવાસીઓને વોટ નો અધિકાર અને આરક્ષણનો અધિકાર મળ્યો છે.

ભાજપની સરકારમાં ગુજરાતનો સૌથી વધારે વિકાસ થયો હોય ગુજરાત એક ભાગ્યશાળી રાજ્ય છે જેની ભૂમિ પર નરેન્દ્રભાઈ મોદી જેવા પુરુષાર્થ પુરુષ જન્મ્યા છે અને જેઓએ દરેક ગુજરાતવાસીઓની ચિંતા કરી છે ખાસ કરીને આદિવાસીઓની ચિંતા કરી અને તેઓના વિકાસ માટે ઘણી વિકાસશીલ યોજનાઓ મંજૂર કરી છે .મર્યાદા પુરોત્તમ એવા શ્રીરામ ભગવાનને પણ કોંગ્રેસે તો કાલ્પનિક કહયા છે ત્યારે આજે મોદીજીએ ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર અયોધ્યામાં નિર્માણ કરી કરી રહ્યા છે. કોંગ્રેસે આપણા તમામ આસ્થાના કેન્દ્રો એવા મંદિરોને નષ્ટ કરવાનું કામ કર્યું છે. આજે આપણા દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ પણ એક આદિવાસી મહિલા છે આજે અમારા મધ્યપ્રદેશના રાજ્યપાલ એવા મંગુભાઈ પટેલ પણ એક આદિવાસી છે. આજે ભારત સરકારે સૌથી વધારે ચિંતા કરી હોય તો એ આદિવાસીઓની છે. આપણી વચ્ચે ઉપસ્થિત એવા ભારતીય જનતા પાર્ટી વાંસદા વિધાનસભા સીટના ઉમેદવાર પિયુષ પટેલને જંગી બહુમતીથી આપને જીતાડીએ એમ કહી કાર્યકર્તા અને લોકોને સંબોધન આપ્યું હતું.

કાર્યક્રમના અંતમાં વાસદા વિધાનસભા સીટના ઉમેદવાર પિયુષ પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે હું મારી કર્મભૂમિ અને જન્મભૂમિનું રૂણ ઉતારવા આવ્યો છું. મારા આદિવાસી લોકો અને આદિવાસી વિસ્તારનો વિકાસ કરવો એ જ મારું કર્તવ્ય અને નિર્ધાર છે .ભારતીય જનતા પાર્ટીની સૌનો સાથ અને સૌના વિકાસની ગાથા ને આગળ ધપાવવા કમળને વાંસદાથી ગાંધીનગર મોકલવા આપ સૌના મતરૂપી આશીર્વાદ આપી ભવ્ય વિજય સાથે મોકલશો એમ કાર્યકર્તા અને લોકોને અપીલ કરી હતી.

આ સભામાં વાંસદા તાલુકા પ્રમુખ મુકેશ પટેલ, નવસારી જિલ્લા મહામંત્રી અશ્વિન, શાષકપક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકી, તાલુકા કારોબારી અધ્યક્ષ રસિક ટાંક, વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ શાંતુંભાઈ, ચીખલી તાલુકા પ્રમુખ મયંકભાઈ, સમીરભાઈ તથા ચીખલી વાંસદા તાલુકાના હોદ્દેદારો અને તાલુકા, જિલ્લા પંચાયતના સદસ્યો તથા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના ભાજપ પ્રમુખ અને વાંસદા વિધાનસભા સીટના કન્વીનર મહેશ ગામીત, સીટના ઇન્ચાર્જ બાબુ જીરાવાલા તથા સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Naresh Patel held a public meeting in Vansada, appealed to Vote For Piyush Patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X