For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં વરસાદનુ જોર, નદી-નાળા-બંધો છલકાયા, 10 હાઈ એલર્ટ પર

ચોમાસાના વરસાદના કારણે ગુજરાતની મોટાભાગની નદી-નાળા પાણીથી ભરાઈ ચૂક્યા છે. બંધોનુ જળસ્તર પણ વધી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ચોમાસાના વરસાદના કારણે ગુજરાતની મોટાભાગની નદી-નાળા પાણીથી ભરાઈ ચૂક્યા છે. બંધોનુ જળસ્તર પણ વધી રહ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે રાજ્યમાં અત્યાર સુધી 36 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. અહીંના મુખ્ય 206 બંધોમાં જળ સંગ્રહની સ્થિતિ પર નજર નાખીએ તો ગઈ કાલે સવાર સુદી 52 બંધોમાં ક્ષમતાના 50 ટકાથી વધુ જળ સંગ્રહ થઈ ચૂક્યો હતો. 5 બંધોમાં પાણી સંપૂર્ણ ભરાઈ ગયુ છે અને 10ને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. એટલુ જ નહિ દેશના સૌથી મોટા બંધોમાંથી એક સરદાર સરોવર ડેમમાં પણ તેની કેપેસિટીનુ 46.36 ટકા પાણી સંગ્રહ થઈ ચૂક્યુ છે. સરદાર સરોવર ડેમ નર્મદા નદી પર સ્થિત છે.

દેશનો સૌથી મોટો નર્મદા બંધ અડધો ભરાયો

દેશનો સૌથી મોટો નર્મદા બંધ અડધો ભરાયો

સરદાર સરોવર ડેમ મેનેજમેન્ટ તરફથી મળેલી માહિતી મુજબ ડેમનુ સ્તર હાલમાં 116.27 મીટર થઈ ચૂક્યુ છે. જ્યારે તેની ક્ષમતા 138.68 મીટરની છે. રવિવારે સવાર સુધી આ બંધની ક્ષમતાનુ 46.36 ટકા ભરાઈ ગયુ હતુ. અધિકારીઓના જણાવ્યા મુજબ આ ડેમમાં જળ સંગ્રહની કુલ ક્ષમતા 9460 મિલિય ક્યુબિક મીટર (એમસીએમ) છે. જેમાં હાલમાં 4385.23 એમસીએમ સંગ્રહ થઈ ચૂક્યુ છે. આ બંધથી રાજ્યના લાખો ખેડૂતોને પાણી પહોંચે છે. આ ઉપરાંત મોટી માત્રામાં વિજળીનુ પણ ઉત્પાદન થાય છે.

10 બંધો માટે સરકાર હાઈ એલર્ટ પર

10 બંધો માટે સરકાર હાઈ એલર્ટ પર

રાજ્ય સરકાર દ્વારા 10 બંધોને ચેતવણી પર રાખવામાં આવ્યા છે. જેમાં તેમની ક્ષમતાના 70 ટકાથી વધુ પાણી ભરાઈ ચૂક્યુ છે. આ સાથે જ કુલ મળીને 52 બંધ એવા છે જેમાં ક્ષમતાના 50 ટકાથી વધુ જળ સંગ્રહ થયો છે. હાઈ એલર્ટ ઘોષિત કરાયેલ બંધોમાં 9 સૌરાષ્ટ્રના છે જ્યારે એક દક્ષિણ ગુજરાતના છે. અધિકારીઓનુ કહેવુ છે કે 5 બંધ ક્ષમતાના મુકાબલે સંપૂર્ણપણે 100 ટકા ભરાઈ ગયા છે. આમાં એક અમરેલી જિલ્લા રાજૂલા તાલુકાના દાંતરવાડી બંધ છે. બીજો જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના ફૂલઝર-1 છે, ત્રીજો સાવરકુંડલા તાલુકાના સૂરજવાડી, ચોથો દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના કબરકા અને પાંચમો તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના દોસવાડા બંધ શામેલ છે.

207 બંધોમાં અત્યાર સુધી ઘણો જળ સંગ્રહ

207 બંધોમાં અત્યાર સુધી ઘણો જળ સંગ્રહ

રાજ્ય સરકાર તરફથી જણાવવામાં આવ્યુ છે કે હવે ગુજરાતના બંધોમાં કુલ સંગ્રહ 47.59 ટકા થઈ ચૂક્યુ છે અહીં મુખ્ય 207 બંધોમાં જળ સંગ્રહની કુલ ક્ષમતા 25244.40 એમસીએમ છે. વળી, રવિવારની સ્થિતિમાં આ બંધોમાં કુલ જળ સંગ્રહ 12014.96 એમસીએમ થઈ ગયુ છે જે 47.59 ટકા છે. અધિકારીઓએ જણાવ્યુ કે ઉપરોક્ત 5 ઉપરાંત અને 6 બંધ પણ એલર્ટ રાખવામાં આવ્યા છે. જેમાં 80 ટકાથી વધુ અને 90 ટકાથી ઓછુ જળ સંગ્રહ થઈ ચૂક્યો છે. વળી, 9 બંધોને વૉર્નિંગ તરીકે દર્શાવવામાં આવ્યા છે. સરકારનુ કહેવુ છે કે આમાં 70 ટકાથી વધુ અને 80 ટકાથી ઓછુ પાણી ભરાયેલુ છે.

કચ્છના બંધોમાં હજુ જળ સંગ્રહ ઓછો

કચ્છના બંધોમાં હજુ જળ સંગ્રહ ઓછો

ગુજરાતના કચ્છમાં બંધોની વાત કરીએ તો અહીંના બધા મુખ્ય 20 બંધોમાં હાલમાં સરેરાશ 23.18 ટકા જ જળ સંગ્રહ થઈ શક્યો છે કે જે રાજ્યના અન્ય ભાગોની સરખામણીમાં સૌથી ઓછો છે. વળી, દક્ષિણ ગુજરાતના જે 13 બંધ છે તેની ક્ષમતાના મુકાબલે 58.10 ટકા જળ સંગ્રહ થઈ ચૂક્યો છે જે સર્વાધિક છે. સરકારી પોર્ટલના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં સૌથી વદુ 141 બંધ છે. આ બંધોમાં 40.90 ટકા જળ સંગ્રહ થયો છે. વળી, મધ્ય ગુજરાતના 17 બંધોની વાત કરીએ તો આમાં 43.73 ટકા અને ઉત્તર ગુજરાતના બંધોમાં 24.47 જળ સંગ્રહ થઈ ગયો છે.

English summary
Narmada Sardar Sarovar Dam is half full due to heavy rain, 5 Dam overflow and 10 on high alert in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X