For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દૂધ વેચી વર્ષે 1 કરોડની કમાણી કરે છે પાલનપૂરના આ બેન

દૂધ વેચી વર્ષે 1 કરોડની કમાણી કરે છે પાલનપૂરના આ બેન

|
Google Oneindia Gujarati News

પાલનપુરઃ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નગાણા ગામની એક મહિલા દૂર દૂર સુધી ચર્ચામાં છે. નવલબેન ચૌધરી પશુપાલનના વ્યવસાયમાંથી દર મહિને 9 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. જણાવી દઈએ કે તેઓ દરરોજ બનાસ ડેરીને 750 લીટર દૂધ મોકલે છે. શીખવા જેવી વાત તો એ છે કે તેમની પાસે મેનેજમેન્ટની કોઈ ડિગ્રી નથી કે ભણેલા પણ નથી. તેમણે સાબિત કરી દીધું કે ભણતર હોય કે ના હોય ગણતર હોય તો તમે ધારો એ કરી શકો. તેઓ પોતાના જાત અનુભવ અને સમજણ શક્તિથી 190 ઢોરને મેનેજ કરી રહ્યાં છે.

દર મહિને 9 લાખ કમાય છે નવલબેન

દર મહિને 9 લાખ કમાય છે નવલબેન

એટલું જ નહિ, નવલબેને ગામના લોકોને ખુદ રોજગાર ઉપલબ્ધ કરાવ્યું છે. તેઓ કામ પર રાખેલ 10 લોકોને રોજગાર પણ ઉપલબ્ધ કરાવે છે. તેઓ કામ પર રાખેલા 10 લોકોને દર મહિને 10-10 હજારનો પગાર પણ ચૂકવે છે. તેમના 190 પશુઓમાં 45 ગાય, 150 ભેંસ સામેલ છે. નવલબેનથી પ્રેરણા લઈ ગુજરાતમાં કેટલીય બહેનો દૂધનો વ્યવસાય કરવા લાગી છે. જેમાં એકલા નવલબેનની વાર્ષિક આવક 80 લાખ રૂપિયાથી વધુ થઈ જાય ચે.

ચારેય દીકરા પણ માના કામમાં મદદ કરે છે

ચારેય દીકરા પણ માના કામમાં મદદ કરે છે

નવલબેનના 4 દીકરા તેઓ પણ સારા ભણેલા છે. છતાં તેઓ પશુપાલન અને દૂધના વ્યવસાયમાં પોતાની માને સહયોગ કરે છે અને ખભાથી ખભો મિલાવી મદદ કરી રહ્યા છે. ચારેય પોતાનો પારિવારિક વ્યવસાય છોડવા નથી માંગતા. આવી રીતે તમે સમજી શકો છો કે દૂધનો વ્યવસાય કેવો જોરદાર જામી ગયો છે.

વર્ષમાં 2.21 લાખ કિલો દૂધનું ઉત્પાદન

વર્ષમાં 2.21 લાખ કિલો દૂધનું ઉત્પાદન

ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી ચાલે છે. જેને નવલબેન દરરોજ 750 લીટર દૂધ વેચે છે. આવી રીતે ત્યાંના અધિકારીઓ અને મેનેજર્સ પણ સારી એવી કમાણી કરી લે છે. એક અહેવાલ મુજબ નવલબેન વાર્ષિક 2.21 કિલો દૂધનું ઉત્પાદન કરી લે છે.

આત્મનિર્ભર ભારતમાં યોગદાન આપી રહી છું

આત્મનિર્ભર ભારતમાં યોગદાન આપી રહી છું

નવલબેનને બનાસ ડેરી તરફથી બનાસકાંઠા જિલ્લામાં દૂધની કમાણીના મામલે પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. પશુપાલન અને દૂધના વેચાણથી દરરોજ 30 હજાર અને વાર્ષિક એક કરોડ 10 લાખ રૂપિયા કમાતા નવલબેન કહે છે કે, હું પણ "આત્મનિર્ભર ભારત" ના સપનાંને સાકાર કરી રહી છું.

આવી રીતે પશુપાલન મુખ્ય વ્યવસાય બની ગયો

આવી રીતે પશુપાલન મુખ્ય વ્યવસાય બની ગયો

વિવાહ થયાં હતાં ત્યારે સાસરીયેં નગાણા ગામમાં માત્ર 15-20 જ પશુ હતાં. પછીં નવલબેનની મહેનત અને સૂજબૂજથી સસુરાલમાં પશુપાલનનો વ્યવસાય જ એ પરિવારનો સૌથી મોટો સ્રોત બની ગયો. દિલચસ્પ વાત એ છે કે અહીં છેલ્લા પાંચ વર્ષોમાં એક લાખથી વધુ મહિલાઓ પશુપાલનની સાથે દૂધના વ્યવસાયસાથે જોડાઈ છે. જેમાંથી કેટલીય મહિલાઓએ અન્ય 5-10 મહિલાઓને જોડી છે.

CM વિજય રૂપાણીએ હેરિટેજ ટુરિઝમ પૉલિસી 2020-25ની કરી ઘોષણા, 45 લાખથી લઈને સબસિડી સુધીનો લાભCM વિજય રૂપાણીએ હેરિટેજ ટુરિઝમ પૉલિસી 2020-25ની કરી ઘોષણા, 45 લાખથી લઈને સબસિડી સુધીનો લાભ

English summary
naval ben chaudhary earning 1 crore from milk production
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X