Navratri rain forecast : વરસાદ નવરાત્રિની મજા બગાડશે? અંબાલાલ પટેલની મોટી આગાહી

Navratri rain forecast : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે નવરાત્રિના તહેવાર પર અસર થવાની શક્યતા છે.

તેમની આગાહી અનુસાર, રાજ્યમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન ઘણી સિસ્ટમ સક્રિય થશે, જે વરસાદનું કારણ બનશે.

Navratri rain forecast

નવરાત્રીમાં વરસાદની સંભાવના

  • 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર : અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા છે.
  • 3 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર : આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થવાને કારણે આ વરસાદ આવશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
  • 12 થી 14 સપ્ટેમ્બર : બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાથી ફરીથી વરસાદની સંભાવના છે.
  • 18 થી 30 સપ્ટેમ્બર : આ સમય દરમિયાન બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે, જેના કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધશે અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં પણ જોવા મળશે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 15 સપ્ટેમ્બરની આસપાસ જમ્મુ-કાશ્મીર, ઉત્તર ભારતના કેટલાક ભાગો અને રાજસ્થાનમાંથી ચોમાસું વિદાય લેવાનું શરૂ કરશે.

આ આગાહીઓને જોતાં નવરાત્રિના આયોજકો અને ખેલૈયાઓએ વરસાદથી બચવા માટેની તૈયારીઓ કરવી પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X