અમદાવાદી મહિલાએ જીત્યો Mrs યુનાઇટેડ નેશન્સનો ખિતાબ!

Posted By:
Subscribe to Oneindia News

સામાન્ય રીતે આપણે સોશ્યલ મીડિયા પર 55 વર્ષ કે 60 વર્ષથી ઉંમરે પણ સવા જુવાન જેવા લાગતા લોકોના પોસ્ટ જોઇએ છે. પણ કદી તમે કોઇ ભારતીયને નહીં જોયા હોય. પણ હવે આ જોવા માટે તૈયાર થઇ જાવ. કારણ કે અમદાવાદની નીપા સિંહે 45 વર્ષની ઉંમરે Mrs. યુનાઇટેડ નેશન્શનો ખિતાબ જીત્યો છે. અને 45 વર્ષે આવો ખિતાબ મેળવનાર તે પ્રથમ ભારતીય ગુજરાતી મહિલા છે. ત્યારે કોણ છે નીપા સિંહ જાણો અહીં...

નીપા સિંહ

નીપા સિંહ

આ પહેલા પણ નીપા સિંહ મિસિસ ઇન્ડિયા અર્થમાં ભાગ લઇ ચૂક્યા છે જેમાં તે ફસ્ટ રનર અપ બન્યા હતા. અહીં તમને જણાવી દઉં નીપાની ઉંમર 45 વર્ષની છે અને આટલી ઉંમરે આ ખિતાબ જીતનાર તે પ્રથમ ગુજરાતી મહિલા છે.

નીપા સિંહ

નીપા સિંહ

એટલું જ નહીં નીપાને 18 વર્ષોનો પુત્ર પણ છે. જો કે નીપા તેની આ સફળતાનો શ્રેય તેના પતિને આપે છે. નીપાના પતિ મનિષ સિંહ બિહારના રહેવાસી છે. અને નીપા એક ગૃહિણી છે અને તેમનું કહેવું છે કે તેમના પતિના સપોર્ટથી તે આ સ્પર્ધા ભાગ લઇને જીત મેળવી શકી છે.

નીપા સિંહ

નીપા સિંહ

ઉલ્લેખનીય છે કે નીપા લાંબા સમયથી આવી બ્યૂટી સ્પર્ધામાં ભાગ લઇ રહી છે. અને આ માટે મહેનત પણ પૂરતા પ્રમાણમાં કરે છે. ત્યારે તેમની આ જીતથી તેમને ખાલી અમદાવાદ કે ગુજરાતનું જ નહીં સમગ્ર ભારતનું નામ દેશ વિદેશમાં રોશન કર્યું છે.

નીપા સિંહ

નીપા સિંહ

બીજી તરફ નીપાના પતિ મનિષે પણ જણાવ્યું કે તેમને તેમની પત્ની માટે ગર્વ છે. ત્યારે નીપાની આ તસવીરો જોઇને તેમને 45 વર્ષના કહેવા પણ થોડુંક વધારે જ લાગે છે. જો કે નીપાની આ જીત તેનો પરિવાર પણ ખુશની લાગણી અનુભવે છે.

English summary
Neepa Singh from Ahmedabad is Mrs United Nations Classic 2017. Read here more about her.
Please Wait while comments are loading...