For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌરાષ્‍ટ્ર ક્રિકેટનું સપનું સાકાર, નવું સ્ટેડિયમ ખુલ્લું મુકાયું

|
Google Oneindia Gujarati News

રાજકોટ, 6 જાન્‍યુઆરીઃ મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ આજે રાજકોટમાં વિશ્વકક્ષાના ક્રિકેટ સ્‍ટેડિયમનું અનોખું નજરાણું સમર્પિત કરતા જણાવ્‍યું હતું કે આજે ક્રિકેટ સહિત અન્‍ય રમતોમાં નાના શહેરોના ખેલાડીઓ પોતાનું કૌવત બનાવી રહ્યા છે ત્‍યારે, આગામી દિવસોમાં રમતના સ્‍ટેડિયમો બહુહેતૂક રમતો માટેના ઉત્તમ માધ્‍યમ બને તે દિશામાં ગુજરાત આગળ વધશે અને નવી સ્‍પોર્ટસ પોલીસી પ્રોત્‍સાહનરૂપે અમલી બનશે.

સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિયેશનની માલિકી અને સંચાલન હેઠળ રાજકોટનું આ ક્રિકેટ સ્‍ટેડિયમ રૂ. ૭૫ કરોડના ખર્ચે તૈયાર થયું છે, જેનો શિલાન્‍યાસ પણ સને ર૦૦૬માં નરેન્‍દ્ર મોદીએ જ કર્યો હતો. ર૮૦૦૦ ક્રિકેટ રસીકોની પ્રેક્ષક-ક્ષમતા સહિત અનેક વિશેષતા અને ખેલ-સુવિધા ધરાવતા આ ક્રિકેટ સ્‍પોર્ટસ સ્‍ટેડિયમને સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિયેશને ડ્રીમ પ્રોજેકટ તરીકે સાકાર કરવામાં મુખ્‍યમંત્રી અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ નરેન્‍દ્ર મોદીની સતત પ્રેરણા અને પ્રોત્‍સાહન પ્રાપ્‍ત થયા છે. એકદરે રાજકોટ જામનગર રોડ ઉપર ખંઢેરી નજીક આ વિશ્વસ્‍તરીય ક્રિકેટ સ્‍ટેડિયમનું ૩૦ એકર ભૂમિ ઉપર નિર્માણ આધુનિક કન્‍સ્‍ટ્રકશન ટેકનોલોજીથી થયું છે.

સમગ્ર ક્રિકેટ સ્‍ટેડિયમનું નિરીક્ષણ કર્યા બાદ જે શિલાન્‍યાસ કરે તે જ ઉદધાટન કરે તેવું ભાગ્‍યે જ બનતું હોય છે અને મને તેવું સદભાગ્‍ય મળ્યું છે, તેનો આનંદ વ્‍યકત કરતા નરેન્‍દ્ર મોદીએ સર ડોનાલ્‍ડ બ્રેડમેને ૬ઠ્ઠી જાન્‍યુઆરીએ સૌથી વધુ ૪૫૨ રનનો વિશ્વવિક્રમ સ્‍થાપેલો અને આજનો દિવસ કપીલદેવ જેવા વિશ્વવિખ્‍યાત ખેલાડીનો જન્‍મદિવસ છે ત્‍યારે આ જ દિવસે સૌરાષ્‍ટ્રની ભૂમિ ઉપર આ ક્રિકેટનું અનમોલ નજરાણું અમે સમર્પિત કર્યુ છે એમ જણાવ્‍યું હતું.

સૌરાષ્‍ટ્રની ભૂમિએ ક્રિકેટ જગતમાં પોતાનું આગવું યોગદાન આપ્‍યું છે જેમાં પૂર્વ રાજવી પરિવારોએ ક્રિકેટના સામર્થ્‍યમાં સૌરાષ્‍ટ્રની ઉત્તમ પરંપરા ઉભી કરી છે એમ તેમણે જણાવ્‍યુ હતું.

કોઇપણ રમત-ખેલકુદ એ સમાજનો સહજ સ્‍વભાવ બને એ માટે ખેલમહાકુંભનું અભિયાન સફળ બન્‍યું છે, જે ખેલે તે ખીલે અને ખેલદિલ બને, રમતવીર બને કે ના બને પણ ખેલદિલીની ભાવના રમતના ખેલાડીઓમાં હોવી જોઇએ.

રમતગમત જે તે દેશ અને શહેરોની આગવી શાખ બનાવવાનું માધ્‍યમ છે. ખેલાડીઓનું આવું મહાત્‍મ્‍ય વધારવું છે એમ જણાવી મુખ્‍યમંત્રીએ ગુજરાત સ્‍પોર્ટસ યુનિવર્સિટી સમગ્રતયા રમતગમતના બધાજ પાસાંઓને આવરી લઇને સંસાધન વિકાસના ઉત્તમ કાર્ય વિકસાવવા પ્રતિબધ્‍ધ છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિયેશનને અભિનંદન આપતા નરેન્‍દ્ર મોદીએ આ નવ નિર્મિત સ્‍ટેડિયમમાં રૂફટોપ સોલાર પેનલોથી ઊર્જા ઝળહળે અને સૌરાષ્‍ટ્રના ક્રિકેટ એસોસિયેશનની આન, બાન અને શાન વધે તેવી શુભેચ્‍છા વ્‍યકત કરી હતી.

બીસીસીઆઇના પ્રમુખ એન.નિવાસન કે જેઓ આજના મહત્‍વપૂર્ણ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા, તેમણે આવું અદ્યતન સગવડ-સુવિધા સાથેનું ક્રિકેટ સ્‍ટેડિયમ સાકાર કરવા બદલ અને આ વિશેષ પ્રસંગે મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીને ખાસ ઉપસ્‍થિત રાખવામાં સફળતા મેળવવવા બદલ નિરંજન શાહને વિશેષ અભિનંદન પાઠવીને જણાવ્‍યું હતું કે, સમગ્ર રાષ્‍ટ્રમાં ગુજરાત જ એવું ક્રિકેટ પ્રેમી રાજય છે જયાં ત્રણ જેટલા ક્રિકેટ એસોસિયેશનનો સક્રિય છે.

પ્રવચનના પ્રારંભે ભારે બહુમતિથી વિજય મેળવવા બદલ મુખ્‍યમંત્રીને અભિનંદન પાઠવી એન.નિવાસને સૌરાષ્‍ટ્ર પ્રદેશે દેશને ખૂબજ પ્રતિભાશાળી ક્રિકેટવીરોની ભેટ આપી છે તેનો ઉલ્‍લેખ કરીને જણાવ્‍યું હતું કે, પ્‍લેયર એરિયા,પ્‍લેયર ફેસીલીટી સાથે ર૮૦૦૦ પ્રેક્ષકોને પ્રત્‍યેકને નંબરવાળી સીટ સાથેનું આયોજન કરી, પ્રેક્ષકોને શ્રેષ્‍ઠ સગવડનો સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસીયેશનનો પ્રયાસ અત્‍યંત પ્રશંશનીય છે.

સ્‍વાગત પ્રવચનમાં સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસીયેશનના મંત્રી નિરંજન શાહે આંતરરાષ્‍ટ્રીય કક્ષાનું અત્‍યંત આધુનિક સુવિધા સાથેનું રજકોટનું ક્રિકેટ સ્‍ટેડિયમ એ સૌરાષ્‍ટ્રના રમતપ્રેમીઓ અને ક્રિકેટ ચાહકો માટે એક નમ્રતાભરી અને પ્રેમભરી ભેટ છે એમ જણાવી કહ્યું હતું કે ઉગતા અને આશાસ્‍પદ ખેલાડીઓ માટે આ સ્‍ટેડિયમ આશીર્વાદરૂપ પૂરવાર થશે.

ગુજરાત ક્રિકેટ એસોસીયેશનના પ્રમુખ તરીકે મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદી ક્રિકેટની રમતના પ્રોત્‍સાહન માટે ખૂબ જ રસ દાખવે છે તે બદલ તથા સૌરાષ્‍ટ્ર માટેના આજના ગૌરવપૂર્ણ દિવસે અહીં ઉપસ્‍થિત રહેવા બદલ મુખ્‍યમંત્રી પ્રત્‍યે કૃતઘ્નતાની લાગણી વ્‍યકત કરી હતી.

લોકાર્પણ કાર્યક્રમમાં રાજયકક્ષાના મંત્રી ગોવિંદ પટેલ, બીસીસીઆઇના ટ્રેઝરર અજય સીરકે, મેયર જનક કોટક, ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા, પૂર્વ સાંસદ સર્વ વિજય રૂપાણી, હરી પટેલ, ગુજરાત ક્રિકેટ એસોસીયેશનના વાઇસ ચેરમેન નરહરી અમીન, પુર્વ મેયર ઘનસુખ ભંડેરી, અશોક ડાંગર, અગ્રણી સર્વ નીતિન ભારદ્વાજ, કશ્‍યપ શુકલ, ડો. જૈમીન ઉપાધ્‍યાય, યુવરાજ માંધાતાસિંહ જાડેજા, ભૂપત તલાટીયા, સુરૂભાઇ દોશી, કલેકટર ડો. રાજેન્‍દ્રકુમાર, મહાનગરપાલિકા કમિશનર અજય ભાદુ, રેન્‍જ આઇ.જી. સર્વ પ્રવિણ સિંહા, અધિક્ષક પ્રેમવીર સિંઘ, એસોસીયેશનના સભ્‍યઓ, અધિકારીઓ, પૂર્વ ક્રિકેટરો તથા રાજકોટના ખેલાડીઓ, પ્રબુધ્‍ધ નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા. આભારદર્શન એસોસીયેશનના જોઇન્‍ટ સેક્રેટરી મધુકરવોરાએ કર્યુ હતું.

ક્રિકેટ સ્‍ટેડિયમનું અનોખું નજરાણું સમર્પિત
ક્રિકેટ સ્‍ટેડિયમનું અનોખું નજરાણું સમર્પિત
ક્રિકેટ સ્‍ટેડિયમનું અનોખું નજરાણું સમર્પિત
ક્રિકેટ સ્‍ટેડિયમનું અનોખું નજરાણું સમર્પિત
ક્રિકેટ સ્‍ટેડિયમનું અનોખું નજરાણું સમર્પિત
ક્રિકેટ સ્‍ટેડિયમનું અનોખું નજરાણું સમર્પિત
ક્રિકેટ સ્‍ટેડિયમનું અનોખું નજરાણું સમર્પિત
ક્રિકેટ સ્‍ટેડિયમનું અનોખું નજરાણું સમર્પિત
ક્રિકેટ સ્‍ટેડિયમનું અનોખું નજરાણું સમર્પિત

English summary
today chief minister of gujarat narendra modi inaugurates new cricket stadium in rajkot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X