For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં 12 સપ્ટેમ્બર, 2014ના રોજ વરસાદના લેટેસ્ટ આંકડા

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 12 સપ્ટેમ્બર : ગુજરાતભરમાં વરસાદી માહોલ જામેલો છે. ગુજરાતમાં હજી પણ અનેક ઠેકાણે વરસાદ ચાલુ છે. ગુજરાતમાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક ઠોકાણે તારાજી સર્જાઇ છે. હજારો લોકોના ઘરમાં પાણૂ ઘૂસી જતા માલ-મિલકતોને નુકસાન પહોંચ્યું છે. આજે વડોદરા શહેરમાં પાણી તો ઉતરી ગયા છે પણ સફાઇ અભિયાન જોર શોરથી ચાલી રહ્યું છે.

આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે તેના આંકડા જાણવા આગળ ક્લિક કરો...

મોસમનો કુલ વરસાદ 92.30 ટકા

મોસમનો કુલ વરસાદ 92.30 ટકા


રાજયમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મેધમહેર યથાવત રહી છે. જેમાં 98 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. આ સાથે રાજયનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 92.30 ટકા જેટલો નોંધાયો છે.

વિસ્તાર અનુસાર વરસાદના આંકડા

વિસ્તાર અનુસાર વરસાદના આંકડા


આ સાથે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 92.30 જેટલો થયો છે. જેમાં કચ્છ રીજીયનમાં 76.07 ટકા, ઉત્તર ગુજરાતમાં 99.15 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 95.01 ટકા, સૌરાષ્ટ્રમાં 96.72 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 77.07 ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

6 ઇંચ જેટલો વરસાદ ક્યાં ક્યાં?

6 ઇંચ જેટલો વરસાદ ક્યાં ક્યાં?


રાજયના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 11 સપ્ટેમ્બર, 2014ની સવારે 7 કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં 150 મી.મી. અરવલ્લી જીલ્લાના ધનસુરામાં 145 મી.મી. અને મહીસાગર જિલ્લાના કડાણામાં 142 મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

4 ઇંચ જેટલો વરસાદ ક્યાં ક્યાં?

4 ઇંચ જેટલો વરસાદ ક્યાં ક્યાં?


મહેસાણા જિલ્લાના ઉંઝામાં 112 મી.મી., પંચમહાલ જિલ્લાના શહેરામાં 102 મી.મી., ગાંધીનગર જીલ્લાના દહેગામમાં 97 મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

3 ઇંચથી વધુ વરસાદ ક્યાં ક્યાં?

3 ઇંચથી વધુ વરસાદ ક્યાં ક્યાં?


આ ઉપરાંત કડીમાં 76 મી.મી., હિંમતનગરમાં 81 મી.મી., વિજયનગરમાં 89 મી.મી., બાયડમાં 86 મી.મી., સંતરામપુરમાં 78 મી.મી., માળીયામાં 75 મી.મી., અને કપરાડામાં 88મી.મી. મળી કુલ સાત તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

2 ઇંચથી વધુ વરસાદ ક્યાં ક્યાં?

2 ઇંચથી વધુ વરસાદ ક્યાં ક્યાં?


સિધ્ધપુરમાં 59 મી.મી., વીજાપુરમાં 49 મી.મી., વીસનગરમાં 56 મી.મી., ભીલોડામાં 94 મી.મી. મોડાસામાં 58 મી.મી., કલોલમાં 52 મી.મી., દેત્રોજમાં 61 મી.મી., ગળતેશ્વરમાં 50 મી.મી., લુણાવાડામાં 56 મી.મી., ફતેપુરામાં 68 મી.મી., સંજેલીમાં 67 મી.મી., મૂળીમાં 55 મી.મી., વીસાવદરમાં 53 મી.મી., કોડીનારમાં 55 મી.મી., ધોધામાં 52 મી.મી., ભરૂચમાં 53 મી.મી., ગણદેવીમાં 54 મી.મી., ખેરગામમાં 48 મી.મી., નવસારીમાં 55મી.મી., ધરમપુરમાં 66 મી.મી., વાપીમાં 52 મી.મી. અને વધઇમાં 62 મી.મી. મળી કુલ 22 તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

અડધા ઇંચથી વધુ વરસાદ ક્યાં ક્યાં?

અડધા ઇંચથી વધુ વરસાદ ક્યાં ક્યાં?


રાજયના રાધનપુર, સાંતલપુર, ભાભર, દીયોદર, ઉંઝા, તલોદ, વડાલી, માણસા, કપડવંજ, ગોધરા, ખાનપુર, વીરપુર, ગરબાડા, ઝાલોદ, લીમખેડા, ચોટીલા, ચુડા, સાયલા, મોરબી, જૂનાગઢ, જૂનાગઢ શહેર, વંથલી, તલાલા, વેરાવળ, ભાવનગર, વલ્લભીપુર, ઝધડીયા, નેત્રંગ, ચોર્યાસી, મહુવા, જલાલપોર, પારડી અને ડાંગ મળી કુલ 33 તાલુકાઓમાં એક ઇંચથી વધુ જયારે અન્ય 29 તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.

English summary
News update on rain status in Gujarat on September 12, 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X