સુરત, વડોદરા અને રાજકોટમાં પણ નાઈટ કર્ફ્યૂ લાગ્યું, જાણો સમય
સુરત, વડોદરા અને રાજકોટમાં પણ નાઈટ કર્ફ્યૂ લાગ્યું, જાણો સમય
અમદાવાદમાં 56 કલાકના સંપૂર્ણ કર્ફ્યૂ બાદ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે માહિતી આપી છે. નીતિન પટેલે જણાવ્યા મુજબ આવતી કાલથી એટલે કે 21 નવેમ્બરથી સુરત, રાજકોટ અને વડોદરામાં રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગૂ રહેશે. આ દરમ્યાન તમામને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી. આ દરમ્યાન તેમણે કહ્યું કે ગઈકાલે ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1340 હતી જે આજે વધીને 1420 થઈ ગઈ છે. મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ ચાલુ કરવામાં આવ્યું છે અને સંક્રમણ રોકવામાં મહદઅંશે સફળ રહ્યા છીએ.
અમદાવાદમાં કર્ફ્યૂનો સમય શું છે?
ઉલ્લેખનીય ચે કે અમદાવાદમાં આજથી જ કર્ફ્યૂ લગવી દેવામાં આવ્યો છે. 23 નવેમ્બરે સવારના 6 વાગ્યા સુધી સતત 57 કલાકનો કર્ફ્યૂ લાગૂ રહેશે અને તે પછી સોમવારથી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ રહે છે. આ દરમ્યાન બિનજરૂરી તમામ દુકાનો બંધ રહેશે, અને લોકોની અવર જવર પર પણ પ્રતિબંધ રહેશે. અમદાવાદમાં ત્રણ દિવસ દરમ્યાન એસટી બસ બંધ રહેશે. જો કે બાઈપાસ પરથી બસ નીકળી શકશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે અમદાવાદમાં લાગૂ કરાયેલ 3 દિવસનો સંપૂર્ણ કર્ફ્યૂ માત્ર શહેર પૂરતો જ હોય શહેરમાં કોઈપણ પ્રકારના વાહનોની અવરજવર રકવા દેવામાં નહિ આવે જો કે બીજા જિલ્લાઓમાંથી આવતી જતી બસો બાઈપાસ મારફતે પસાર થઈ શકશે.












Click it and Unblock the Notifications
