For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાત્રિ કરફ્યૂમાં 1 કલાકની રાહત, ગણેશોત્સવ માટે સરકારે કરી મોટી જાહેરાત

રાજ્યમાં કોરોના સંક્રમણમાં થઇ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને 8 મહાનગરપાલિકામાં લાગુ રાત્રિ કરફ્યૂમાં વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે. રાત્રિ કરફ્યૂ રાત્રિના 11 થી સવારના 6 કલાક કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : રાજ્યમાં કોરોના સંક્રમણમાં થઇ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને 8 મહાનગરપાલિકામાં લાગુ રાત્રિ કરફ્યૂમાં વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે. કોવિડ કંટ્રોલ માટે બનાવવામાં આવેલી કોર કમિટીમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાત્રિ કરફ્યૂ જે પહેલા રાત્રિનો અમલ 10 થી સવારના 6 કલાક સુધી હતો, જેમાં એક કલાકનો ઘટાડો કરીને રાત્રિના 11 થી સવારના 6 કલાક કરવામાં આવ્યા છે. આ સાથે હોટલ અને રેસ્ટોરા ગ્રાહકો સાથે રાત્રિના 10 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. આ નિર્ણયની અમલવારી 31 જુલાઇથી થશે.

Night curfew

આગામી સમયમાં આવી રહેલા તહેવાર અંગે પણ કોર કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ગણેશ ચર્તુર્થી અંગે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જાહેરમાં બાંધવામાં આવેલા પંડાલમાં સ્થપાયેલા ગણપતિની મુર્તિની ઉંચાઇ 4 ફૂટથી વધુ હોવી જોઇએ નહીં. સરકારે જણાવ્યું હતું કે, જેમના ગણપતિની પ્રતિમાની ઉંચાઇ 4 ફૂટ કરતા ઓછી છે, તેમને જ ગણેશોત્સવમાં પંડાલ બાધવાની મંજૂરી આપવામાં આવશે.

ganeshotsav

હાલ ખૂલ્લા મેદાનમાં આયોજિત જાહેર સમારોહમાં 200 લોકોને જોડાવાની છૂટ છે. કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય બાદ 31 જુલાઇ બાદ ખૂલ્લા મેદાનમાં આયોજિત જાહેર સમારોહમાં 400 લોકો ભાગ લઇ શકશે. આ સાથે હોલ કે બંધ જગ્યાઓમાં આયોજિત થતા કાર્યક્રમોમાં બેઠક ક્ષમતાના 50 ટકા લોકો જોડાઇ શકશે, જેમાં પણ 400થી વધુ લોકો જોડાઇ શકશે નહીં. આ સાથે જાહેર સમારોહ તેમજ કોઇપણ કાર્યક્રમોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવુ ફરજિયાત છે. આ અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે.

English summary
night curfew will be relaxed by an hour in eight big cities of the state, it was decided at the core committee for Covid control on Wednesday. Night curfew will be in force from 11 pm to 6 am instead of the existing 10pm to 6am, the government informed With effect from July 31. It was also decided that hotels and restaurants can continue with dine-in customers until 10pm. The core committee also decided that Ganesha idols at public ‘pandals' in the forthcoming Ganeshotsav festival will not exceed four feet in height. Only those idols which are not more than four feet in height will be granted permission, a government statement said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X