નીતિન પટેલ: રાહુલે જ બુલેટ પ્રુફ કાર લેવાની ના પાડી હતી

Posted By:
Subscribe to Oneindia News

બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો થયા બાદ, રાજ્ય સરકાર તરફથી ઉપ.મુખ્યમંત્રી નીતિન પટેલે આ સમગ્ર ઘટના અંગે પ્રતિક્રિયા આપી હતી. ઉપ. મુખ્યમંત્રી નીતિન પટેલ જણાવ્યું હતું કે બહારથી આવતા તમામ નેતાઓની જેમ જ રાજ્ય સરકારે રાહુલ ગાંધીને બુલેટ પ્રુફ કાર આપવાની વાત કરી હતી પણ રાહુલ ગાંધીએ જ આ વાતને નકારીને સામાન્ય વાહનમાં જવાનો આગ્રહ રાખ્યો હતો. જો કે તેમણે સાથે એ પણ કહ્યું કે વિરોધ થવો જોઇએ પણ આ રીતે વિરોધ થવો અયોગ્ય છે.

nitin patel

સાથે જ તેમણે બેંગલોરમાં રહેલા કોંગ્રેસી ધારાસભ્યોની પણ યાદ તાજા કરાવતા મીડિયાને જણાવ્યું કે રાજ્ય સરકાર પૂરગ્રસ્ત વિસ્તારો માટે બનતા તમામ પ્રયાસો કરી રહી છે. પણ આ જે પથ્થરમારો થયો છે તે પાછળ બની શકે કે બેંગ્લોરમાં રહી રહેલા કોંગ્રેસી ધારાસભ્યો વિરુદ્ધ વિરોધ દર્શાવવા માટે આવું કરવામાં આવ્યું હોય. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની કાર પર હુમલો થતો કોંગ્રેસે તેને વખોડ્યું છે ત્યાં જ રાહુલ ગાંધી કહ્યું છે કે અમે આવા પથ્થરમારાથી ડરતા નથી અને પૂરગ્રસ્તોને અમારા તરફથી બનતી મદદ કરવાનો અમે પ્રયાસ કરીશું.

English summary
Read here Nitin Patel reaction on Rahul Gandhi's car attack incident.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.