For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વર્ષે એકદમ સાદાઈથી નીકળશે ભગવાન જન્નાથની રથયાત્રા

આ વર્ષે એકદમ સાદાઈથી નીકળશે ભગવાન જન્નાથની રથયાત્રા

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે સમગ્ર વિશ્વ પરેશાન છે, 23 જૂને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની યાત્રા પર પણ કોરોનાની અસર પડી છે. 143 વર્ષમાં પહેલીવાર કોરોનાના પ્રકોપને કારણે સાદી રીતે જગન્નાથની યા્રા આયોજિત કરવામાં આવશે, જેમાં મંડળી અને લોક મહેરામણ નહિ હોય. મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યા મુજબ આ વર્ષે યાત્રામાં માત્ર ત્રણ રથ જ સામેલ કરાશે અને દરેક રથને 30 લોકો ખેંચશે. આ રથયાત્રામાં મંદિરના પુજારીઓ અને ટ્રસ્ટ હાજર રહેશે.

rathyatra

મંદિર ટ્રસ્ટના મહેન્દ્ર ઝાએ ન્યૂજ એજન્સી પીટીઆઈ-ભાષાને કહ્યું કે, "143 વર્ષમાં પહેલીવાર ત્રણ રથો જ સામેલ કરવામાં આવશે. કોરોના વાયરસ મહામારીને કારણે આ વખતે ટ્રક પર સવાર શ્રદ્ધાળુઓષ અખાડા, ગાયક મંડળી, ઝાંકી વગેરે નહિ હોય. આ એકદમ સાદું આયોજન હશે અને મે ઈચ્છીએ છીએ કે આ વખતેની યાત્રા લોકો ટીવી પર લાઈવ જ જુએ."

પરંપરાગત રૂપે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથની આગેવાનીમાં યાત્રા 400 વર્ષ જૂના મંદિરેથી વહેલી સવારે શરૂ થાય છે. અને મોડી સાંજ સુધીમાં પાછી ફરે છે. આ યાત્રા 12 કલાકમાં 18 કિમીની દૂરી નક્કી કર્યા બાદ પરત ભગવાન જગન્નાથ મંદિર પહોંચે છે. મહેન્દ્ર ઝાએ કહયું કે આ વખતે અમે જલદીમાં જલદી મંદિરે પહોંચવાનો પ્રયાસ કરશું. સામાજિક દૂરી સહિત તમામ દિશાનિર્દેશોનું સખ્તાઈથી પાલન કરવામાં આવશે.

રથયાત્રા

દંતકથા મુજબ નરસિંમ્હાદાસના સપનામાં ભગવાન જગન્નાથ આવ્યા બાદ 1878થી જ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકાળવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. ભરૂચથી ખલાસ જાતિના ભક્તો દ્વારા નાળિયેરના વૃક્ષમાંથી દર વર્ષે ભગવાન જગન્નાથનો રથ બનાવવમાં આવે છે. રથયાત્રામાં વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતી કરવામાં આવે છે અને સામાન્ય રીતે 7 વાગ્યે રથયાત્રા નીકાળવામાં આવે છે. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધી કરવામાં આવે છેજેમાં રથયાત્રાના માર્ગની પ્રતીકાત્મક સફાઈ કરવામાં આવે છે, જેના પછી રથનો પ્રારંભ થાય છે. રથયાત્રામાં પહેલો રથ ભગવાન જગન્નાથનો હોય છે જે બાદ સુભદ્રા અને બલરામન રથ આવે છે. અખાડા, હાથીઓષ સુશોભિત ટ્રક, ભોજન અને ગાયન મંડળીઓ પણ 14 કિમી લાંબી આ રથયાત્રામાં ભાગ લેતા હોય છે.

ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાતી વાવાઝોડું નિસર્ગ, જુઓ લાઈવગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાતી વાવાઝોડું નિસર્ગ, જુઓ લાઈવ

English summary
no crowd, no trucks, no glimpse, only 3 rath will be in this years rathyatra in ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X