For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી વિરૂદ્ધ હુલ્લડખોરોને ઉશ્કેરવાના પુરાવા નથી: એસઆઇટી

By Staff
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 26 એપ્રિલ: સુપ્રીમ કોર્ટ દ્રારા રચવામાં આવેલી એસઆઇટીના વકીલે ગુરૂવારે કહ્યું હતું કે 'નરેન્દ્ર મોદીએ ક્યારેય કહ્યું નથી કે જાવ અને લોકોની હત્યા કરો.' એસઆઇટીએ જાકીયા ઝાફરીની ફરિયાદની તપાસ કર્યા બાદ 2002માં ગોધરા કાંડ બાદ થયેલા રમખાણોમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ મળી હતી.

એસઆઇટીએ કેસને બંધ કરવા માટે દાખલ કરવામાં આવેલી રિપોર્ટ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીનો વિરોધ કરતાં એસઆઇટીના વકીલ આરએસ જમુઆરે કહ્યું છે કે સામાજિક કાર્યકર્તા તીસ્તા સીતલવાડ અને અન્યએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને ખોટી ફરિયાદ દાખલ કરાવી હતી. નરેન્દ્ર મોદીએ ક્યારેય લોકોને હત્યા કરવાની વાત કરી ન હતી.

દલીલના બીજા દિવસે એસઆસટીના વકીલે સીતલવાડને નિશાન બનાવ્યો. સીતલવાડના રમખાણોના પીડીતોનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તે જાકીયા ઝાફરીની મદદ કરી રહી છે. જાકીયા ઝાફરીના પતિ અને કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન ઝાફરીની રમખાણોમાં હત્યા કરવામાં આવી હતી.

narendra-modi

નરેન્દ્ર મોદી અને અન્ય વિરૂદ્ધ મનગઢંત ફરિયાદ માટે સીતલવાડને એકમાત્ર લેખિકા ગણાવતાં અધિવક્તા જમુઆરે કહ્યું હતું કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા કથિત રીતે ઉચ્ચ પોલીસ અધિકારીઓને હુલ્લડખોરો વિરૂદ્ધ ફરિયાદ ન કરવા સંબંધમાં આપવામાં આવેલ નિર્દેશ તીસ્તા સીતલવાડનું ઘડેલું છે. આ વાતના કોઇ પુરાવા નથી.

જકીયા ઝાફરીએ નરેન્દ્ર મોદી અને અન્ય 58 વિરૂદ્ધ આરોપ પત્ર દાખલ કરવાની માંગણી કરી છે જેને તેમને સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાની ફરિયાદમાં નામાંકન કર્યું હતું. તેમને એસઆઇટી ઉપરાંત અન્ય કોઇ સ્વતંત્ર એજન્સી પાસે તેની કરાવવાની માંગણી કરી હતી.

English summary
The lawyer of the Supreme Court-appointed SIT, which has given a clean chit to Gujarat Chief Minister Narendra Modi in 2002 post-Godhra riots case after investigating complaint filed by Zakia Jafri, on Thursday said that "Modi has never said that go and kill people".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X