For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવેમ્બર 10, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

|
Google Oneindia Gujarati News

ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

gujarat-navsari-gold
નવસારીઃ એનઆરઆઇના ઘરે ખોદકામ કરતા દોઢ કિલો સોનું મળ્યું
નવસારીના કસ્બા ગામે એક એનઆરઆઇના ઘરે ખોદકામ ચાલી રહ્યું હતું, જે દમરિયાન ખેતમજૂરોને દોઢ કિલો સોનાના સિક્કા અને દાગીના મળી આવ્યા હતા, જેને ખેતમજૂરોએ છૂપાવી દીધા હતા. જે અંગે પોલીસને બાતમી મળી હતી અન ખેતમજૂરોના ઘરે છાપો મારતા 34.43 લાખની કિંમતના દોઢ કિલો સોનું કબજે કર્યું હતું તેમજ એક ખેતમજૂરની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

સુરતઃ સ્પાઇસજેટના પાયલોટનું ચોંકાવનારું નિવેદન
સુરત એરપોર્ટ પર બફેલો હિટીંગ કેસમાં સુરત ડીજીસીએની ટીમ સમક્ષ સ્પાઇસ જેટના પાયલોટે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. પાયલોટે કહ્યું છેકે એરપોર્ટના રનવે પર અંધારુ હોવાથી ભેંસ દેખાઇ ન હોતી. 250 કિ.મીની ઝડપે દોડતા વિમાનને ઇમરજન્સી બ્રેક લગાવી પડી હતી. પાયલોટ દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યા બાદ ભેંસ રન વે પર કેવી રીતે પહોંચી અને રનવે પર અંધારુ શા માટે હતું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પાલનપુરઃ અજાણ્યા શખ્સોએ કરી યુવકની હત્યા
પાલનપુરમાં બે અજાણ્યા શખ્સો દ્વારા એક યુવકની હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. બનાવ અંગે જાણવા મળ્યાનુસાર પાલનપુરના એંગોલાનો રહેવાસી જગદીશ લેબોરેટરીમાં કામ કરી રહ્યાં હતો, જે સમયે બે અજાણ્યા શખ્સો ત્યાં આવી ચઢ્યા હતા અને ઘાતક હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું રસ્તામાં મોત નીપજ્યું હતું, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજકોટઃ બે જૂથો વચ્ચે અથડામણમાં બેના મોત
રાજકોટ સ્થિત રામનાથપરાના ગરુડ ગરબી ચોકમાં જૂની અદાવતના કારણે બે મુસ્લિમ જૂથો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી, જેમાં બન્ને જૂથના એક-એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. હિંસક અથડામણ અંગે બાતમી મળતા પોલીસ ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચી ગઇ હતી. તેમજ કોઇ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બન્ને જૂથના પાંચ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને વધુ આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરાઇ છે.

English summary
november 10, 2014 : News highlights of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X