‘દરેક ‘એનઆરજી’ ગુજરાતનો બ્રાન્ડ એમ્બેસેડર’

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ, 4 ફેબ્રુઆરીઃ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(જીસીસીઆઇ)નું નોન રેસિડેન્ડ ગુજરાત(એનઆરજી) સેન્ટર અને ગુજરાત સ્ટેટ એનઆરજી ફાઉન્ડેશન દ્વારા ગત ગુરુવારે જીસીસીઆઇની ઓફીસે એનઆરજી સમ્મેલન યોજવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં હાજર રહેલા 300 કરતા પણ વધુ એનઆરજી ત્યાં હાજર રહ્યાં હતા. જેને લઇને ગુજરાતના કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું છે કે, દરેક એનઆરજી ગુજરાતનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેમની ઉન્નતિ એ ગુજરાતનું ગૌરવ છે.

gcci
તેમણે કહ્યું કે, ગુજરાત સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે અને એનઆરજી માટે ગુજરાત પ્રવાસી અને રોકાણકાર તરીકેનું એક મનપસંદ સ્થળ છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, એનઆરજીએ સામાન્ય ચૂંટણીમાં ભાગ લેવો જોઇએ અને પોતાના મતનો ઉપયોગ કરવો જોઇએ. તેમણે વધુમાં કહ્યું હતુ કે ગુજરાત સરકાર દ્વારા એનઆરજી માટે અનેક સુવિધાઓ ટૂંક સમયમાં આપવામાં આવશે.

આ તકે જીએસએનઆરએફના ડિરેક્ટર એન પી લાવિન્ગિયાએ જણાવ્યું છે કે, એનઆરજી પાસેથી જે ફંડ એકઠું કરવામાં આવ્યું છે, તેનો ઉપયોગ ત્રણ મેજર સેક્ટરમાં કરવામાં આવે છે. આ મેજર સેક્ટરમાં સ્કિલ ડેવલોપમેન્ટ, હેલ્થકેર અને વિક્લાંગ લોકોનું કલ્યાણનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત જીસીસીઆઇ ચેરમેન શંકર પટેલ દ્વારા એનઆરજીઓને વિવિધ દેશોમાં વિઝા સહિતના મુદ્દે જે સહન કરવું પડે છે, તે અંગેની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે 2.5 કરોડ ભારતીયો વિદેશમાં વસે છે, જેમાં 60 લાખ જેટલા ગુજરાતીઓ છે.

English summary
The non-resident Gujarati (NRG) centre of Gujarat Chamber of Commerce and Industry (GCCI) along with Gujarat State NRG foundation (GSNRGF) celebrated NRG Sammelan - Diaspora Day at the GCCI office here on Thursday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.