ભાવનગરમાં માન્યતા વિનાની સીબીએસઇ સ્કૂલ અંગે હોબાળો

Subscribe to Oneindia News

વાલીઓના પૈસા લૂંટી સીબીએસઇના નામે પૈસા ખંખેરતી શાળાઓ બાબતે લોકો જાગૃત બનતા આ પ્રકારના બીજા કૌભાંડો પણ બહાર આવવાની શક્યતા છે. આજે ભાવનગરની ઘોઘા રોડ પર આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ મંજૂરી વગર ચાલતી હોવાની માહિતી મળતા NSUI એ સ્કૂલ ઉપર જઈને હોબાળો કર્યો હતો.

cbse babal

આ સ્કૂલ સામે એવો આરોપ છે કે અહીં CBSE ની મંજૂરી વગર બે વર્ષથી તગડી ફી વસૂલવામાં આવે છે. જો કે શાળા સંચાલકોએ મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવ્યું હતુ. આ પછી સામે આવ્યું છે કે શાળાને સીબીએસઇની મંજૂરી ન હોવા છતાં પહેલેથી જ આ પ્રકારે ફી લઈ વાલી અને વિદ્યાર્થીઓનું નુકસાન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પણ છેલ્લા ઘણા દિવસોથી રોજેરોજ કોઇને કોઇ માન્યતા વગરની સીબીએસઇ સ્કૂલો છતી થઇ રહી છે.

English summary
nsui reveal the non approved cbse school in bhavnagar
Please Wait while comments are loading...