For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ-રાજકોટમાં ઓમિક્રોનની એન્ટ્રી, અમદાવાદમાં દંપતી અને રાજકોટમાં વિદ્યાર્થી પોઝિટિવ!

દુનિયાભરમાં કોરોનાના નવા ઓમિક્રોનને લઈને માહોલ છે. કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા વેરિઅન્ટ કરતા વધારે ખતરનાક માનવામાં આવી રહ્યું છે. આ વેરિઅન્ટ હાલ દુનિયાના 90 થી વધારે દેશોમાં પહોંચી ગયુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

અમદાવાદ : દુનિયાભરમાં કોરોનાના નવા ઓમિક્રોનને લઈને માહોલ છે. કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા વેરિઅન્ટ કરતા વધારે ખતરનાક માનવામાં આવી રહ્યું છે. આ વેરિઅન્ટ હાલ દુનિયાના 90 થી વધારે દેશોમાં પહોંચી ગયુ છે. કોરોનાના આ ખતરનાક વેરિઅન્ટે ભારત અને ગુજરાતમાં પણ પહેલા જ દસ્તક આપી છે. હવે ઓમિક્રોન વાયરસ અમદાવાદ અને રાજકોટ પહોંચ્યો છે.

Omicron

ઓમિક્રોનના આતંક વચ્ચે અમદાવાદથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં ઓમિક્રોન વેરિઅન્ટથી પુષ્ટી થઈ છે. મળતી વિગતો અનુસાર અમદાવાદમાં ઓમિક્રોન વેરિઅન્ટના 2 બે કેસની પુષ્ટી થઈ છે. અમદાવાદમાં પોઝિટિવ મળેલા આ બન્ને વ્યક્તિ પતિ-પત્ની છે અને તાન્ઝાનિયાથી અમદાવાદ આવ્યા હતા. આ દંપતિ 11 ડિસેમ્બરે અમદાવાદ પરત ફર્યુ હતું.

મળતી વિગતો અનુસાર, હાલ આ દંપતિને સારવાર માટે એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યુ છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બન્ને પોઝિટિવ કેસમાં પતિની ઉમર 47 અને પત્નીની ઉમર 45 વર્ષ છે. આ પતિ-પત્ની તાન્ઝાનિયાથી પરત ફર્યુ હતુ.

બીજી તરફ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે. રાજકોટ જિલ્લામાં કોરોનાના નવા વેરીયન્ટ ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. તાન્ઝાનિયાથી રાજકોટ આવેલા અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 23 વર્ષીય વિદ્યાર્થીમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા ત્રણ દિવસ પહેલા નમુના પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેમાં આજે તેનો એમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે, હાલ આ યુવાનને પીડીયુ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને સારવાર ચાલી રહી છે.

English summary
Omicron entry in Ahmedabad-Rajkot, couple in Ahmedabad and student positive in Rajkot!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X