For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામનગરના 72 વર્ષીય ઓમિક્રૉન સંક્રમિત વ્યક્તિની પત્ની અને સાળો પણ કોરોના પૉઝિટીવ

ગુજરાતમાં 72 વર્ષીય NRI વ્યક્તિ કે જે કોવિડ-19ના વેરિઅંટ ઓમિક્રૉનથી સંક્રમિત મળી આવ્યો હતો તેની પત્ની અને સાળાનો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ માહિતી મુજબ ગુજરાતમાં 72 વર્ષીય NRI વ્યક્તિ કે જે કોવિડ-19ના વેરિઅંટ ઓમિક્રૉનથી સંક્રમિત મળી આવ્યો હતો તેની પત્ની અને સાળાનો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. તેમના સેમ્પલને જીનોમ સીક્વંસીંગ માટે મોકલવામાં આવ્યા છે. જામનગર નગરનિગમ દ્વારા જાહેર કરવામાં આવેલ એક જાહેરાતમાં કહેવામાં આવ્યુ છે કે બંનેને એક આઈસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા છે.

corona

ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકાથી જામનગર પહોંચેલ વ્યક્તિ ઓમક્રૉન વેરિઅંટથી સંક્રમિત હોવાનો ખુલાસો થયો હતો. તે 1 ડિસેમ્બરે સાઉથ આફ્રિકાથી જામનગર આવ્યો હતો. તમને જણાવી દઈએ કે 4 ડિસેમ્બરે જીનોમ સિક્વંસીંગ મુજબ ઓમક્રૉન માટે જોખમ રૂપ ગણાતા દેશ ઝિમ્બાબ્વેથી આવેલ 72 વર્ષીય એનઆરઆઈ વ્યક્તિ ઓમક્રૉન વેરિઅંટથી સંક્રમિત જોવા મળ્યા હતા. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને અત્યાર સુધીના સૌથી અસરકારક વેરિઅન્ટ તરીકે જોવામાં આવે છે. આ વેરિઅન્ટ અન્ય વેરિઅન્ટ કરતા 5 ગણી ઝડપી ફેલાય છે અને એક સાથે 10 થી 20 લોકોને સંક્રમિત કરી શકે છે.

કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડાઓ મુજબ એક દિવસમાં 8306 કોરોના પૉઝિટીવ લોકો સાથે ભારતના કુલ કોરોના કેસ 3,46,41,561 થઈ ગયા છે જ્યારે સક્રિય કેસ ઘટીને 98,416 થઈ ગયા છે જે છેલ્લા 552 દિવસમાં સૌથી ઓછા છે. સવારે 8 વાગે અપડેટ કરવામાં આવેલ આંકડાઓ મુજબ લેટેસ્ટ 211 મોત સાથે મરનારની સંખ્યા વધીને 4,73,537 થઈ ગઈ છે. નવા કોરોના વાયરસ સંક્રમણમાં દૈનિક વૃદ્ધિ સતત 10 દિવસ માટે 10,000થી નીચે છે અને સતત 162 દિવસ માટે 50,000થી નોંધવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે એ પણ જણાવ્યુ કે સક્રિય કેસમાં કુલ સંક્રમણોનો 0.28 ટકા હિસ્સો છે જે માર્ચ 2020 પછી સૌથી ઓછો છે જ્યારે રાષ્ટ્રીય કોવિડ-19 રિકવરી રેટ 98.35 ટકા નોંધવામાં આવ્યો છે.

English summary
Omicron infected Jamnagar person's wife and brother-in-law also tested corona positive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X