For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Omicron: ગુજરાતમાં ઓમક્રૉનની દહેશતને પગલે 8 શહેરોમાં નાઈટ કરફ્યુ, જાણો નવી ટ્રાવેલ ગાઈડલાઈન

રાજ્ય સરકારે ઓમક્રૉન વેરિઅંટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવી ટ્રાવેલ ગાઈડલાઈન્સ પણ બહાર પાડી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના દર્દી મળતા પ્રતિબંધો વધારી દેવામાં આવ્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢ વગેરે 8 મોટા શહેરોમાં નાઈટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. વળી, જ્યાં ઓમિક્રૉનના લક્ષણવાળા દર્દી મળ્યા તે વિસ્તારોમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સરકારી અધિસૂચના મુજબ મોટા શહેરોમાં નાઈટ કર્ફ્યુને 10 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે.

corona

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે અમારા રાજ્યમાં કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનનો સામનો કરવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રવિવારે તેણે લોકોને યોગ્ય સાવચેતીઓ રાખવાનો આગ્રહ કર્યો અને કહ્યુ કે કોરોના વાયરસના નવા રૂપને પણ આપણે મ્હાત આપીશુ. તેમણે એ પણ જણાવ્યુ કે રાજ્યમાં નોંધવામાં આવી રહેલ કોવિડ-19 કેસોની સંખ્યા હવે દેશમાં સૌથી ઓછી છે.

આરોગ્ય વિભાગમાં મળતી માહિતી મુજબ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢ શહેરોમાં જે કર્ફ્યુ લાગ્યો છે તેમાં સલૂન વગેરે રાતે 12 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. જ્યારે રેસ્ટોરાંને અડધી રાત સુધી ખુલ્લા રાખી શકાશે પરંતુ તે 75 ટકા ક્ષમતા સાથે જ ખુલશે. જમવાની હોમ ડિલિવરી અને જમવાનુ પેક કરાવીને લઈ જવા(ટેક અવે)ની સેવા પણ અડધી રાત સુધી ચાલુ રહેશે. એક અધિકારીએ જણાવ્યુ કે 8 શહેરોમાં મોડી રાતે એક વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ છે.

આ મુજબ છે નવી ટ્રાવેલ ગાઈડલાઈન

રાજ્ય સરકારે ઓમક્રૉન વેરિઅંટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવી ટ્રાવેલ ગાઈડલાઈન્સ પણ બહાર પાડી છે. તમને જણાવી દઈએ કે સરકારે લૉકડાઉન પછી અમુક તબક્કામાં મોટાભાગના પ્રવાસી પ્રતિબંધો હટાવી દીધા હતા પરંતુ ઓમક્રૉનના કારણે નવી ગાઈડલાઈન પર વિચારણા કરવામાં આવી જે મુજબ આંતરરાજ્ય મુસાફરી પર કોઈ પ્રતિબંધ નથી.

  • તમામ મુસાફરોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનો રહેશે.
  • કેરળ અને મહારાષ્ટ્રના જે મુસાફરોએ રસી નથી લગાવી તેમને મેડિકલ ટીમ 15 દિવસ માટે નિરીક્ષણ કરવામાં આવશે અને સંબંધિત મેડિકલ અધિકારીને ફોલો અપ માટે વિગતો મોકલશે.
  • અન્ય રાજ્યોમાથી મુસાફરોને ગુજરાતમાં યાત્રા કરવાની અનુમતિ છે. બધા યાત્રીઓનુ થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે.
  • યાત્રા દરમિયાન કોવિડ-19 નેગેટીવ સર્ટિફિકેટ અનિવાર્ય છે. યાત્રીઓ પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તે આરોગ્ય સેતુ એપ અથવા સ્વ ઘોષણાના માધ્યમથી પોતાના સ્વાસ્થ્યની સ્થિતને પ્રમાણિત કરે.
  • મુસાફર આગમન સમયે સિમ્પ્ટોમેટીક લક્ષણો ધરાવતા હોય તો મુસાફરને તેમની બેગ સાથે એર રુમમાં એરલાઈન દ્વારા લઈ જવામાં આવશે.
  • જે મુસાફરોએ યોગ્ય આરટી-પીસીઆર નેગેટીવ ટેસ્ટ ન કરાવ્યો હોય તેમને 7 દિવસ માટે સંસ્થાગત ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે અને ત્યારબાદ 7 દિવસ હોમ ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે.

English summary
Omicron: Night curfew in 8 cities, new travel guidelines amid fears of Omicron variant in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X