For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં ઓમિક્રોનના નવા વેરિઅંટ BF.7નો સૌથી પહેલો કેસ અમદાવાદમાં નોંધાતા ખળભળાટ, તંત્ર હરકતમાં

દેશનો સૌ પ્રથમ ઓમિક્રોન BF.7નો કેસ નોંધાયો છે. જેને લઈને આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયુ છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ દેશનો સૌ પ્રથમ ઓમિક્રોન BF.7નો કેસ અમદાવાદમાં નોંધાયો છે. જેને લઈને આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયુ છે. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે ઓમિક્રોન વાઈરસનો આ નવો સ્ટ્રેન અત્યંત ચેપી છે. અમદાવાદમાં ડ્રાઈવઈન રોડ પાસે રહેતા 60 વર્ષીય વૃદ્ધમાં આ વાઈરસ જોવા મળ્યો હતો. આ દર્દીને દાખલ કરવાની જરૂર પડી નહોતી. દર્દીની કોઈ વિદેશની હિસ્ટ્રી પણ ન હતી. સાવચેતીના ભાગરૂપે મ્યુનિ.એ દર્દીના પરિવાર અને સંપર્કમાં આવેલા 10થી વધુ લોકોની લક્ષણો આધારિત તપાસ કરી હતી.

corona

ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)માં 15 જુલાઈએ દર્દીના સેમ્પલ તપાસ માટે મોકલાયા હતા. લેબોરેટરીમાં દર્દીના સેમ્પલનું જિનોમ સિક્વન્સિંગ કરાયુ હતુ. જિનોમ સિક્વન્સિંગમાં વાઈરસનો સ્ટ્રેન BF.7 હોવા અંગે સોમવારે મ્યુનિ. જાણ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ આરોગ્ય વિભાગની ટીમે દર્દીના પરિવાર અને તેમના સંપર્કમાં આવેલા લોકોની ચિહ્નો આધારિત તપાસ કરી હતી. જો કે તે પૈકી કોઈમાં લક્ષણો જોવા મળ્યા ન હતા.

BF.7 વેરિયન્ટ ઓફ કન્સર્નના કેસ ચીન ઉપરાંત ચાર દેશોમાં જોવા મળ્યા છે. જેમાં યુ.કે., જર્મની, ફ્રાન્સ, યુએસ અને હવે ભારતનો સમાવેશ થયો છે. ઓમિક્રોનના નવા સબ વેરિઅન્ટ BF.7એ ચીનને લૉકડાઉન કરવાની ફરજ પાડી હતી. WHO એ અત્યંત ચેપી BF.7 સબવેરિયન્ટ સામે ચેતવણી આપેલી છે. ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ પ્રમાણે BF.7 એ 4 ઓક્ટોબરના રોજ યંતાઈ અને શોગુઆન શહેરમાં મળી આવ્યો હતો.

English summary
Omicron's new BF.7 variant first case reported in Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X