For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોકાણકારોને આકર્ષવા માટે આવતીકાલે ગાંધીનગર આવશે PM

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 7 જાન્યુઆરી: 13મો પ્રવાસી ભારતીય દિવસ સમારોહ આજથી શરૂ થઇ રહ્યો છે. આ પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરી સુધી ચાલશે. આ સમારોહ આજે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે શરૂ થશે. વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 8 જાન્યુઆરીના રોજ આ સમારોહનું ઔપચારિક ઉદઘાટન કરશે. ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારી 9 જાન્યુઆરીના રોજ થનાર સમારોહ સમારોહમાં હાજર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર આ વખતે પ્રવાસી ભારતીય દિવસ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યાને 100 વર્ષ પુરા થયા હોવાને લઇને ઉજવી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી પણ આજે માંડી સાંજે ગાંધીનગર પહોંચશે.

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મંગળવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠ જાન્યુઆરીથી શરૂ થનાર ત્રિદિવસીય પ્રવાસી ભારતીય દિવસમાં ભાગ લેવા માટે આવતી કાલે અહીં આવશે અને તેમના આગમન પર એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

આનંદીબેન પટેલે કહ્યું હતું કે 'નરેન્દ્રભાઇ આઠ જાન્યુઆરીના રોજ સવારે પ્રવાસી ભારતીય દિવસનું ઉદઘાટન કરશે. તે આવતીકાલે નવ વાગે અહી આવશે. અમે એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરીશું.' તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સવારે 8:30 વાગે મહાત્મા મંદિરમાં 'દાંડી કુટિર'નું ઉદઘાટન અક્રશે અને લગભગ 10:00 વાગે પ્રવાસી ભારતીય દિવસનું ઉદઘાટન કરશે.

આનંદીબેન પટેલે કહ્યું હતું કે 'તે ભોજન બાદ જતા રહેશે' પ્રવાસી ભારતીય દિવસ સાતથી નવ જાન્યુઆરીના રોજ આયોજિત કરવામાં આવશે જ્યારે 'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ'નું આયોજન મહાત્મા મંદિરમાં 11 થી 13 જાન્યુઆરી સુધી થશે. નરેન્દ્ર મોદી 11 જાન્યુઆરીના રોજ 'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ'નું ઉદધાટન કરશે. ભાજપની ગુજરાત એકમ પહેલાં જ તૈયારીઓ કરી ચૂકી છે અને એરપોર્ટ પર નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગતનો નિર્ણય કર્યો છે.

modi

ભાજપની ગુજરાત એકમના પ્રવક્તા આઇ કે જાડેજાએ કહ્યું હતું કે ''જ્યારે ગુજરાતની સાથે-સાથે આખા દેશના ગૌરવ વડાપ્રધાન અમદાવાદ આવી રહ્યાં છે તો ભાજપ કાર્યકર્તા સામાન્ય નાગરિક અને ઘણા શુભચિંતકો અહીં તેમનું ભવ્ય સ્વાગત કરશે. આ ઉપરાંત રાજ્યના ઘણા મંત્રી, ભાજપના પદાધિકારી અને ઘણા સ્થળો ઘણા સ્થાનિક નેતાઓ પણ તેમનું અભિવાદન કરશે.' પ્રવાસી ભારતીય દિવસનું આયોજન પહેલીવાર ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે જ્યારે 'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ'ની શરૂઆત નરેન્દ્ર મોદીએ 2003માં રાજ્યના મુખ્યમંત્રી તરીકે કરી હતી.

વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે સાંજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ ફેર અને પ્રવાસી ભારતીય દિવસ પ્રદર્શનીનું ઉદઘાટન કરશે. ગુજરાત સરકારના 13મા પ્રવાસી ભારતીય દિવસને મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યાને 100 વર્ષ પુરા થવાની ખુશીના રૂપમાં ઉજવવામાં આવી રહ્યો છે.

પ્રવાસીઓને પીએમની ભેટ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વધુ એક ખરડો પાસ કર્યો છે. રાષ્ટ્રપતિએ પીઆઇઓ અને ઓસીઆઇ કાર્ડના વિલય સાથે જોડાયેલા નાગરિકતા ખરડા પર સહી કરી. મોદી સરકારે રાષ્ટ્રપતિની પાસે વિદેશમાં રહેનાર ભારતીય મૂળના લોકોની નાગરિકતા સાથે જોડાયેલા ખરડો મોકલ્યો હતો. ખરડાના માધ્યમથી ભારતેય નાગરિકતા કાનૂનમાં સુધારો કરી સરકારે PIO અને OCI કાર્ડનું વિલય કરવામાં આવ્યું. વિલય બાદ હવે PIO કાર્ડવાળાને પણ તે બધી સુવિધા મળી શકશે જે OCI કાર્ડવાળાને મળે છે. OCI કાર્ડવાળાને તાઉમ્ર વીઝા અને ભારતમાં કામ કરવાની પરવાનગી હોય છે. નવા કાર્ડનું નામ ઇન્ડિયન ઓવરસીઝ કાર્ડ હશે.

English summary
PM Narendra Modi will be arriving In Ahmedabad on Wednesday to participate in the three-day Pravasi Bharatiya Divas which is schedule to begin from January 8, Gujarat CM Anandiben Patel said. The CM also said upon his arrival, Modi would be given a grand reception at the airport.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X