For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંચાયત વિભાગ હેઠળની ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પુરુષની પરીક્ષા યોજાઇ

પંચાયત,ગ્રામ ગૃહનિર્માણ અને શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે રાજ્યના યુવાનોને સરકારી સેવામાં જોડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે જેના ભાગરૂપે રવિવારે રાજ્યમાં ફિમેલ હેલ્થ વર્કરની અને મ

|
Google Oneindia Gujarati News

પંચાયત,ગ્રામ ગૃહનિર્માણ અને શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે રાજ્યના યુવાનોને સરકારી સેવામાં જોડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે જેના ભાગરૂપે રવિવારે રાજ્યમાં ફિમેલ હેલ્થ વર્કરની અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરુષ) સંવર્ગની પરીક્ષાઓ યોજાઈ હતી.

BRJESH MIRJA

રવિવારે યોજાયેલી ફીમેલ હેલ્થ વર્કરની કુલ 3137 જગ્યાઓ માટે કુલ 20941 ઊમેદવારોએ અરજી કરેલ હતી, જે પૈકી 17574 (84%) ઉમેદવારોએ આજે લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી. સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પારદર્શક વાતાવરણ માં સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવેલ છે. આ ઉમેદવારોની જવાબવહી(ઓ.એમ.આર.) શીટ નું સ્કેનિંગ ચાલી રહેલ છે, જે પૂર્ણ થયા બાદ તરત જ આ ઓ.એમ.આર.શીટ સંબંધિત ઉમેદવારો જોઈ શકે તે માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવશે.

જ્યારે, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર( પુરૂષ)ની 1866 જગ્યાઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષા વડોદરા અને રાજકોટ ખાતે બપોરે 3 વાગે યોજવામાં આવશે.જેમાં કુલ 46175 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાર્થીઓને કોઈપણ જાતની ચિંતા કર્યા વગર પરીક્ષા આપવા મંત્રીશ્રીએ અનુરોઘ કર્યો છે.

English summary
On Sunday, 17,574 people took the Health Worker exam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X