For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રથમ તબક્કાના અંતિમ દિવસે કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી.

અંતિમ દિવસે ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોએ વિજયના સંકલ્પ સાથે અને રાજ્યમાથી ભય, ભૂખ, ભ્રષ્ટાચારના કુશાસનને હટાવવાના નિર્ધાર સાથે ચુંટણીના પ્રથમ તબક્કાની બેઠકો પર ઉમેદવારી પત્રો ભર્યા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના નામાંકન માટેના અંતિમ દિવસે ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોએ વિજયના સંકલ્પ સાથે અને રાજ્યમાથી ભય, ભૂખ, ભ્રષ્ટાચારના કુશાસનને હટાવવાના નિર્ધાર સાથે ચુંટણીના પ્રથમ તબક્કાની બેઠકો પર ઉમેદવારી પત્રો ભર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવારોના મતક્ષેત્રોમાં જંગી જનમેદની પણ સમર્થન માટે જોડાઇ હતી.

congress

ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો મોટી સંખ્યામાં સમર્થકો, કાર્યકરો, આગેવાનોએ રેલી સ્વરૂપે જોડાયા હતા. આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો પણ ઉમેદવારોની સાથે સામેલ થયા હતા. કોંગ્રેસે આ ચૂંટણીમાં ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતુ કે, ૨૭ વર્ષના કુશાસનના અંતની હવે ઘડીઓ ગણાઇ રહી છે. પરિવર્તન એ જ નિર્ધાર સાથે ગુજરાતીની જનતામાં એક ખુશીની લહેર જોવા મળી રહી છે. અણઘડ વહીવટ, કથળતી કાયદો અને આરોગ્ય વ્યવસ્થા સહીતના પ્રજાના પ્રાણ પ્રશ્નોને કેન્દ્રસ્થાને રાખી સતત લડત આપતા કોંગ્રેસ પક્ષના ૨૨ જેટલા ધારાસભ્યોએ પુનઃ વિધાનસભા ૨૦૨૨ માટે ઉમેદવારી નોધાવી છે.

સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પક્ષને મળી રહેલા જનતાના જન સમર્થન જન આશીર્વાદને આવકાર સાથે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન-નેતાશ્રીએ પણ પોતાની ઉમેદવારી નોધાવી હતી જેમાં પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પોરબંદરથી, અમરેલી વિધાનસભા બેઠક પર પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી, કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરાએ ટંકારાથી, ઋત્વિક મકવાણાએ ચોટીલાથી, અંબરીશ ડેરે રાજુલાથી, અનંત પટેલે વાંસદાથી આજે વિશાળ સમર્થકો અને કોંગ્રેસ આગેવાનો- કાર્યકરો સાથે નામાંકન પત્ર ભર્યું હતું. આ મહત્વનના પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં મત વિસ્તારના સામાજિક-ધાર્મિક આગેવાનો, યુવાનો, મહિલાઓ, ખેડૂત આગેવાનો સહીત કોંગ્રેસના આગેવાનો-કાયૅકરો, સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

English summary
On the last day of the first phase, veteran Congress candidates filed their nominations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X