અર્બુદા ક્રેડિટ કો.ઓપ. સોસાયટી લી. ઉઠામણાં પછી વધુ એક ફરિયાદ

Posted By:
Subscribe to Oneindia News

રાજસ્થાનના માઉન્ટ આબુમાં હેડ ઓફિસ ધરાવતી અર્બુદા ક્રેડિટ કો-ઓ. સોસાયટીનીએ મોટું ઉઠામણું કર્યું છે. માઉન્ટ આબુ સ્થિત મુખ્ય શાખાના એમ.ડી. રાકેશ અગ્રવાલ અને અન્ય બે પર ગ્રાહકોના રૂપિાય ચાઉં કરી જવાનો આરોપ છે. રાજ્યભરમાં જ્યાં આ પર અત્યાર સુધીમાં 5 અલગ અલગ જગ્યાએ ફરિયાદો નોંધાઇ ચૂકી છે ત્યાં જ વિસનગર શાખાના મેનેજરે પણ રૂ.89,23,762 ની ઠગાઈ મામલે માઉન્ટ આબુ સ્થિત મુખ્ય શાખાના એમ.ડી.સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે. રાકેશ અગ્રવાલ, આશાબેન અગ્રવાલ અને નિશાબેન અગ્રવાલ સામે આ ફરિયાદ નોંધાવામાં આવી છે. આ ત્રણેય પર આરોપ છે કે તેમણે બેંક ગ્રાહકો પાસેથી મેળવેલ રકમ, માઉન્ટ આબુની શાખામાંથી ઉપાડી લીધી હતા અને ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હતી.

arbuda bank

નોંધનીય છે કે રાજસ્થાનના માઉન્ટ આબુમાં હેડ ઓફિસ ધરાવતી અર્બુદા ક્રેડિટ કો-ઓ. સોસાયટીની ભીલડી શાખામાં લોકોએ મુકેલી ડિપોઝિટ મંડળીના ચેરમેન અને એમડીએ અંગત ઉપયોગમાં વાપરી નાખતા ગ્રાહકોના રૂ. 1.35 કરોડ ઉપરાંતની રકમ સલવાઇ ગઇ છે. ક્રેડિટ સોસાયટીના ઉઠમણા અંગે સોસાયટીના મેનેજરે બંને સામે ભીલડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ડીસા તાલુકાના ભીલડી ખાતે અર્બુદા ક્રેડીટ કો-ઓ. સોસાયટીની વર્ષ 2012માં શરૂવાત કરવામાં આવી હતી અહીં ઊંચા વ્યાજની સ્કીમથી આકર્ષાયેલા લોકોએ પરસેવાની કમાણીની રકમ ડિપોઝિટ કરાવી હતી. જો કે તે પછી એમડી દ્વારા ઉચાપત કરતા આ સોસાયટીના મેનેજર ત્રિવેદી શંભુભાઇ ગણપતલાલે લોકોને નાણાં ન મળતાં ગત શુક્રવારે ભીલડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ઠેર ઠેર નોંધાઇ છે ફરિયાદ
નોંધનીય છે કે અર્બુદા ક્રેડિટ સોસાયટીના ઉઠામણાં બાદ હિંમનગર સહિત 5 સ્થળે ફરિયાદ થઇ ચૂકી છે. જેમાં હિંમતનગર, વિરમગામ તેમજ રાજસ્થાનના આબુરોડ, શિરોહી અને માઉન્ટ આબુમાં પણ અમેડી સહિતની સામે પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. પાલનપુરમાં પણ 50 લાખથી વધુનું ચૂકવણું બાકી છે. પાલનપુર કિર્તીસ્તંભ વિસ્તારમાં આસ્થા કોમ્પલેક્ષમાં આવેલી અર્બુદા ક્રેડીટ કો-ઓ સોસાયટીમાં કામગીરી બજાવતા મેનેજર લઇને કેશિયર અને સેવકને પણ ત્રણ માસથી પગાર મળ્યો નથી. આ સોસાયટીના કેશિયરે જણાવ્યું કે, 10 ફેબ્રુઆરી ઓફિસ ચાલુ રાખવાનો છેલ્લો દિવસ હોવાની સૂચના મળી છે. આ શાખામાંથી રૂ.50 લાખ ઉપરાંત ચૂકવવાના બાકી છે. જેથી આવનારા દિવસમાં નાની બચત ખાતાં ખોલવનારા ગ્રાહકોના નાણાં ડૂબી જવાની સંભાવના વર્તાઇ રહી છે.

English summary
One more FIR launched against Arbuda credit cooperative society. Read here more.
Please Wait while comments are loading...