તસવીરો: અમદાવાદમાં એક જ રાતે બે જગ્યાએ 50 અને 15 લાખની લૂંટ
ગુરુવાર રાતે અમદાવાદમાં એક જ રાતે બે અલગ અલગ જગ્યાએ મોટી લૂંટ થઇ. જે બતાવે છે કે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા બિલકુલ પાણીમાં બેસી ગયા છે. આ બન્ને અલગ અલગ કિસ્સામાં 15 લાખ અને 50 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી. જેમાંથી એક ધટના કાલાપુરમાં બની હતી તો બીજી ધટના હાથીજણ પાસે આવેલ રોકડા બ્રિજ પર બની હતી.
ત્યારે લૂંટના આ ધટના ક્રમ કેવો રહ્યો હતો તેની તસવીરો સાથે જાણકારી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

ચપ્પુની અણીએ 15 લાખની લૂંટ
અમદાવાદના ભરચક વિસ્તાર કાલુપુરમાં ગત રાત્રે 15 લાખ રૂપિયાની લૂંટ થયાની ઘટના બની હતી. કાલુપુરના ચોખા બજાર નજીક ગઈકાલે સાંજે સાત વાગ્યાના અરસામાં આ લૂંટની ઘટના બની હતી

હિતેષ આચાર્ય
શેરબજારની ઓફિસમાં કામ કરતા હિતેષ આચાર્ય એક થેલામાં 15 લાખ લઈને નીકળી રહ્યા હતા અને કાયમ મુજબ જ્યાં પોતાનું વાહન પાર્ક કરે છે. ત્યાં ગયા હતા.

ચપ્પુ બતાવી લૂંટ
ત્યારે તેની પાસે 2 શખ્સો આવ્યા હતા અને એક વ્યક્તિએ પાછળથી ચપ્પુ લગાવીને બીજો શખ્સ હિતેષના હાથમાં રહેલો રોકડ રૂપિયા ભરેલો થેલો લઇ ફરાર થઇ ગયો હતો.

ત્રીજી આંખમાં બધુ કેદ
જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. ઘટનાની જાણ થતા દરિયાપુર પોલીસ પહોંચી હતી તેમજ સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.

લૂંટ
જો કે જ્યારે આ લૂંટ થઇ રહી હતી ત્યારે જ અમદાવાદમાં અન્ય એક વિસ્તારમાં પણ આ રીતે ચપ્પુ બતાવીને લૂંટનો બીજો કિસ્સો બહાર આવ્યા હતા.

50 હજાર લૂંટ
બીજી તરફ વટવા જીઆઇડીસી પાસે હાથીજણ રોડ ઉપર એક દંપતીને લૂંટારુંઓએ હથિયાર બતાવીને 50 હજાર રોકડા અને ત્રણ લાખના દાગીના લૂંટીને બાઇક ઉપર ફરાર થઈ ગયા હતા. તેવો મામલો બહાર આવ્યો હતો. જે બતાવે છે કે અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સાવ બેહાલ થઈ છે












Click it and Unblock the Notifications
