For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Orange Alert in Ahmedabad: અમદાવાદમાં ધોધમાર વરસાદની સાથે પૂરની ચેતવણી

Orange Alert in Ahmedabad: અમદાવાદમાં ધોધમાર વરસાદની સાથે પૂરની ચેતવણી

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ આ ચોમાસા વખતે ગુજરાતના એકેય વિસ્તાર વરસાદ વિહોણા નથી રહ્યા. સૌરાષ્ટ્રમાં તો વરસાદે માજા મૂકી છે, હવે ફરી ગુજરાતમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં 22થી 23 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. ભારતીય હવામાન ખાતા મુજબ પૂર્વ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ તરફ લૉ પ્રેસર સર્જાણુંછછે જે આગામી 3-4 દિવસ દરમિયાન પશ્ચિમ તરફ એટલે કે ગુજરાત તરફ આગળ વધી શકે છે.

બે દિવસની આગાહી

બે દિવસની આગાહી

જેને પગલે મધ્ય પ્રદેશના પાડોશી રાજ્ય ગુજરાતમાં આગામી બે દિવસમાં એટલે કે રવિવાર સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાત રાજ્યમાં આગામી 22 અને 23 ઓગસ્ટે શનિ અને રવિવારે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

અમુક ભાગોમાં રેડ અલર્ટ પણ જાહેર કરાયું

અમુક ભાગોમાં રેડ અલર્ટ પણ જાહેર કરાયું

તેથી ભારતીય હવામાન વિભાગે શનિવાર અને રવિવાર માટે સૌરાષ્ટ્ર- કચ્છ સહિતના ભાગોમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે તમામ ગુજરાતીઓને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. અને રાજ્યના કેટલાક ભાગોમાં પરિસ્થિતિને જોતાં રેડ અલર્ટ પણ કરાયું છે, ત્યારે લોકોને નીચાણવાળા વિસ્તારમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.

શનિવારે અહીં વરસાદ ખાબકશે

શનિવારે અહીં વરસાદ ખાબકશે

અરવલ્લી, મહિસાગર, સુરેન્દ્રનગર અને દિવ દમણ સહિતના વિસ્તારોમાં શનિવાર માટે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રવિવારે અહીં વરસાદની આગાહી

રવિવારે અહીં વરસાદની આગાહી

જ્યારે રવિવારે બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, કચ્છ અને દિવ સહિતના વિસ્તારોમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે જ્યારે અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ. દાહોદ, સુરેન્દ્રનગર, મોરબી અને જામનગરમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે.

ઉલ્લેખનીય છે કે ચોમાસું શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં ગુજરાતમાં 683.4 mm વરસાદ થયો છે. મોટાભાગનો વરસાદ સૌરાષ્ટ્રમાં ખાબક્યો છે જ્યાં સૌથી વધુ 704 mm એટલે કે આખા રાજ્યનો 81 ટકા વરસાદ પડ્યો.

દેશમાં 4 લોકોમાંથી 1ને થઇ ચુક્યો છે કોરોના, દેશની સૌથી મોટી લેબનો દાવોદેશમાં 4 લોકોમાંથી 1ને થઇ ચુક્યો છે કોરોના, દેશની સૌથી મોટી લેબનો દાવો

English summary
Orange Alert in Ahmedabad: people has been asked to ‘take action’ and protect themselves from the downpour
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X