Cyclone Tauktae: 'તૌકતે' વાવાઝોડાના કારણે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, આર્મી, નૌકાદળ, વાયુસેનાને સ્ટેન્ડબાય

વાવાઝોડુ 'તૌકતે' આજે ગુજરાતના દરિયાકિનારે 175 કિલોમીટરની ઝડપે ટકરાશે જેના માટે રાજ્યમાં સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

અમદાવાદઃ વાવાઝોડુ 'તૌકતે' આજે ગુજરાતના દરિયાકિનારે 175 કિલોમીટરની ઝડપે ટકરાશે જેના માટે રાજ્યમાં સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. દરિયાકાંઠાના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની સાથે 70થી 175 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં 10 ઈંચ સુધી વરસાદ ખાબકી શકે છે. સરકાર દ્વારા બે દિવસ સુધી લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.

વાવાઝોડાના કારણે રાજ્ય સજ્જ

વાવાઝોડાના કારણે રાજ્ય સજ્જ

વાવાઝોડા 'તૌકતે' સામે સાવચેતીરૂપે સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી હોવાનો રાજ્ય સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. વાવાઝોડા 'તૌકતે'ના પગલે રાજ્યમાં સ્થિતિ ગંભીર ન થાય તે માટે આર્મી, નૌકાદળ અને વાયુસેનાને પણ સ્ટેન્ડ ટુ રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારે દોઢ લાખથી વધુ નાગરિકોને કોવિડ પ્રોટોકૉલ મુજબ સલામત સ્થળે ખસેડવાનુ શરૂ કર્યુ છે. દરિયાકિનારાના જિલ્લાઓમાં 44 એનડીઆરએફ અને 6 એસડીઆરએફની ટીમો ઉપરાંત એસઆરપી, પોલિસ, હોમગાર્ડને પણ તૈયાર રાખવામાં આવ્યા છે. માછીમારોને પણ પાંચ દિવસ દરિયો ન ખેડવા માટે કહેવામાં આવ્યુ છે.

રાજ્યમાં યુદ્ધના ધોરણે તૈયારીઓ

રાજ્યમાં યુદ્ધના ધોરણે તૈયારીઓ

વાવાઝોડા 'તૌકતે'ના પગલે વીજપુરવઠો ન ખોરવાય તે માટે જીઈબીની ટીમો તૈયાર કરવામાં આવી છે. તેમજ વૃક્ષો પડવાની સંભાવનના જોતા ફોરેસ્ટ અને કૉર્પોરેશનની ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ICU ઓન વ્હીલ જેવી વ્યવસ્થા પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. રાજ્યમાં સ્વૈચ્છિક સંસ્થાઓને તૈયાર રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે. અનેક ગામોમાંથી દોઢ લાખ લોકોને કોવિડ પ્રોટોકૉલથી સલામત સ્થળે ખસેડવામાં આવશે.

રાજ્યમાં બે દિવસ કોરોના વેક્સીનેશન બંધ

રાજ્યમાં બે દિવસ કોરોના વેક્સીનેશન બંધ

વળી, 'તૌકતે'ની અસરને પગલે રાજ્યમાં બે દિવસ એટલે કે 17 અને 18 મેના રોજ કોરોના વેક્સીનેશનનુ કામ બંધ રાખવામાં આવ્યુ છે. કોરોના દર્દીઓને ઑક્સિજન, વીજ પુરવઠો ખોરવાય નહિ તે માટે અને સ્થળાંતર કરવા માટે 85 આઈસીયુ વેન તૈયાર રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 'તૌકતે' વાવાઝોડાના કારણે કર્ણાટકમાં 4 અને મહારાષ્ટ્રમાં 2 મોત થયા છે. મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત 4 જિલ્લાઓ અને કોંકણમાં ભારે વરસાદની સંભાવના છે પરંતુ સૌથી વધુ જોખમ ગુજરાતમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X