રાજ્યમાં શહેરી વિસ્તારમાં 360 ડિગ્રી વિકાસ થાય તેવી વ્યવસ્થા કરાઇ : ઋષિકેશ પટેલ
રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં પૂછવામાં આવેલા પ્રશ્નમાં જણાવ્યું છે કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની 8 મહાનગરપાલિકાઓ તથા તમામ નગરપાલિકાઓમાં અત્યાર સુધી 44785 કરોડની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે.
આ ઉપરાંત ભારત સરકારની અમૃત યોજના, સ્માર્ટ સિટી યોજના અને નાણાપંચ યોજના અંતર્ગત 18395 કરોડની સહાય આપવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાની આંતરમાળખાકીય સુવિધાઓના સંદર્ભમાં મંત્રીએ જણાવ્યું હતું કે, 31 માર્ચ 2023ની સ્થિતિએ બે વર્ષમાં સુરત મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આંતરમાળખાકીય સુવિધાના ઘટક હેઠળ વર્ષ 2021-22માં 545.77 કરોડ અને વર્ષ 2022-23માં રૂપિયા 579.89 કરોડ આમ કુલ રૂપિયા 1125.66 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
આ અંતર્ગત વર્ષ 2021-22માં કુલ 112 કામો તથા વર્ષ 2022-23માં 96 કામો મળી કુલ 208 કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાથી 134 વિકાસલક્ષી કામો સફળતાપૂર્વક પૂર્ણ થયા છે, અને અન્ય કામ પ્રગતિમાં હોવાનું મંત્રીએ કહ્યું હતું.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજયની સ્થાનિક સંસ્થાઓ સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના તારીખ 18 જુલાઇ 2013ના ઠરાવની જોગવાઇ હેઠળ ચાર ઘટક હેઠળ કામો લઇ શકાય છે, તેની વિસ્તૃત માહિતી મંત્રી ઋષિકેશ પટેલે ગૃહ સમક્ષ રજૂ કરી હતી.
ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓ - રસ્તા અને ટ્રાફીક સર્કલના, પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામો, જળસંચયના કામો તથા તળાવ બ્યુટીફીકેશનના કામો, સ્લમ વિસ્તારમાં પાયાની સુવિધાના કામો, ઇ-ગવર્નન્સ, શોપીંગ કોમ્પલેક્ષ, જાહેર ઉદ્યાનોનું નિર્માણ અને જાળવણી, સામાજીક વનીકરણ વિગેરે, સ્મશાન ગૃહોના બાંધકામ, અગ્નિશમન ઉપકરણો તથા ફાયર સ્ટેશનના કામો
સામાજીક આંતરમાળખાકીય સુવિધાઓ અંતર્ગત - શાળાઓના મકાન (પ્રાથમિક શિક્ષણ), અર્બન હેલ્થ સેન્ટર, હોસ્પિટલ અને આંગણવાડી (નંદધર), લાયબ્રેરી, સ્પોર્ટ કોમ્પલેક્ષ (સુવિધાઓ સહિત), સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ / લીકવીડવેસ્ટ મેનેમેન્ટ, વેન્ડર માર્કેટ / હોકર્સ ઝોન પાર્કિંગ સુવિધા સહિત, અદ્યતન પ્રકારના આધુનિક સુવિધા ધરાવતાં જાહેર પે એન્ડ યુઝ શૌચાલયોના કામો
અર્બન મોબીલીટી - શહેરી પરિવહન અંતર્ગત - શહેરી બસ સેવા અને ટ્રાફિક વ્યવસ્થા, રેલ્વે ઓવરબ્રીજ અને રેલ્વે અન્ડરબ્રીજ, રીંગ રોડ / રેડિયલ રોડ / ફલાય ઓવર બ્રીજ, અન્ડરપાસના કામ
શહેરની આગવી ઓળખ ઉભી થાય તેવા કામો - હેરીટેજ અને પ્રવાસન, પ્રદર્શન હોલ, પંચશકિત થીમ આધારિત ટ્રાફીક સર્કલ આઇલેન્ડઝ, વોટર બોડી લેન્ડ સ્કેપીંગ રીવરફ્રન્ટ, પાર્ક, ગાર્ડન અને એમ્યુઝમેન્ટ પાર્ક, સ્વીમીંગ પુલ, યોગા કેન્દ્દો, નોલેજ સેન્ટર્સ, સાયન્સ સેન્ટર, મ્યુઝીયમ, એમ્પી થીયેટર, પ્લેનેટોરીયમ, રાષ્ટ્રીય સ્મારક, આધુનિક ટાઉન હોલ,,પ્રાણી સંગ્રહાલય અને બોટનિકલ ગાર્ડન અને બાલાવાટિકાનો સમાવેશ કરવામાં આવે છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
