For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના મોડલને અન્ય રાજ્યોએ પણ ફોલો કરવું જોઇએ : નારાયણ મૂર્તિ

|
Google Oneindia Gujarati News

Narayan murthy
વડોદરા, 14 મે : જાણીતી સોફ્ટવેર કંપની ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિએ સોમવારે વડોદરામાં નરેન્દ્ર મોદીના જોરદાર વખાણ કર્યા. નારાયણ મૂર્તિએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી એક કુશળ વ્યવસ્થાપક છે.

મૂર્તિના જણાવ્યા અનુસાર ગુજરાતમાં જે રીતે વિકાસ થયો છે, તેને જોઇને એટલું જરૂર કહી શકાય કે મોદીનું વ્યવસ્થાપન ખરેખર કમાલનું છે અને તેનાથી શીખ લેવાની જરૂર છે. સાથે સાથે તેમણે જણાવ્યું કે ઘણા વિસ્તારોમાં ગુજરાતે મોદીના નેતૃત્વમાં સારું કામ કર્યું છે અને મોદીના મોડલને દેશના બાકીના રાજ્યોએ પણ ફોલો કરવું જોઇએ.

વડોદરામાં પત્રકારો સાથે વાતચીત કરતા મૂર્તિએ કહ્યું કે મોદી એક કુશળ વ્યવસ્થાપક છે, તેમાં કોઇ શંકાને સ્થાન નથી. જ્યારે પણ હું અમદાવાદ આવું છું અથવા તો આજે વડોદરા આવ્યો છું અહીં વીજળીની વ્યવસ્થા જુઓ, રસ્તાઓ અથવા મૂળભૂત સુવિધાઓને જોઇને માલૂમ પડે છે કે અત્રે પ્રાથમિક સ્તરે રાજ્ય સરકારે સારું એવું કામ કર્યું છે.

જ્યારે તેમને માનવ વિકાસ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે આ અંગે તેમની પાસે કોઇ ડેટા નથી. માટે તેઓ ગ્રામીણ વિકાસ, ગ્રામીણ શિક્ષા અને સ્વાસ્થ્ય અંગે કોઇ ટિપ્પણી કરવા નહીં માગે.

English summary
Chairman emeritus of Infosys N R Narayana Murthy on Monday said other Indian states should consider adopting the iCreate model set up in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X