For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં સાઈબર ક્રાઈમની ઘટનામાં વધારો, 8 મહિનામાં 50 કરોડની ગાપચી

ગુજરાતમાં સાઈબર ક્રાઈમની ઘટનામાં વધારો, 8 મહિનામાં 50 કરોડની ગાપચી

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ મહામારીને પગલે લોકોએ રોકડ વ્યવહાર ટાળળવાનું શરૂ કર્યું છે અને મોટાભાગના લોકો હવે ડિઝિટલ પેમેન્ટ તરફ વળ્યા, પરંતુ ડિઝિટલ પેમેન્ટમાં પણ લોકો પાસે કરોડોની છેતરામણી થતી હોવાના મામલા સામે આવી રહ્યા છે. સાઈબર ક્રિમિનલ્સે કોરોનાને ધ્યાનમાં રાખી પોતાની મોડસ ઓપરેન્ડી બદલી કાઢી અને પોતાના ટ્રાગેટ બેસને વધારી દીધો છે. મોટાભાગના લોકો સ્માર્ટ ફોનથી જ ઈ વ્યવહાર કરતા હોય સાઈબર ક્રિમિનલ્સનું કામ આસાન થઈ ગયું છે.

cyber crime

જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાત પોલીસ દ્વારા સાઈબર ક્રાઈમના ગુન્હા ઉકેલવા માટે ઈન્સટન્ટ રિસ્પોન્સ યૂનિટ (IRU) સેટઅપ કરવામાં આવ્યા છે, જ્યાં છેલ્લા આઠ મહિનામાં ઓનલાઈન ઠગાઈના 15000 જેટલા મામલાની ફરિયાદ થઈ છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ છેલ્લા 8 મહિનામાં ગુજરાતમાં 50 કરોડનું સાઈબર ફ્રોડ થયું છે. જેમાના અડધા કેસ માત્ર અમદાવાદમાંથી નોંધાયા છે. સાઈબર ક્રાઈમના ગુનામાં વધુ મુખ્ય શહેરોમાં સુરત, વડોદરા અને ગાંધીનગર છે.

ડેપ્યૂટી કમિશ્નર ઑફ પોલીસ, સાઈબર ક્રાઈમ અમિત વસાવાએ જણાવ્યું કે, 'આ ફરિયાદોને તપાસ માટે સ્થાનિક પોલીસ સ્ટેશને ટ્રાન્સફર કરવામાં આવી છે. 2500 જેટલા લોકોની ફરિયાદ અમે ઉકેલી શક્યા છીએ અને 5.5 કરોડ રૂપિયા રિકવર કર્યા છે, જેમાંથી 4 કરોડ રૂપિયા ભોગ બનેલા નાગરિકોને પરત સોંપી દેવામાં આવ્યા છે અને 1.5 કરોડ બેંક અકાઉન્ટ્સમાં ફ્રીઝ થઈ ગયા છે, કોર્ટની પ્રક્રિયા પૂરી થયા બાદ ભોગ બનેલા નાગરિકોને રૂપિયા પાછા મળી જશે.'

જસ્ટીસ ગોગોઈએ અટકળોનુ કર્યુ ખંડન, હું અસમથી ભાજપનો સીએમ ઉમેદવાદ નથીજસ્ટીસ ગોગોઈએ અટકળોનુ કર્યુ ખંડન, હું અસમથી ભાજપનો સીએમ ઉમેદવાદ નથી

English summary
Out of Rs 50 crore looted by cyber crime, gujarat police recovered only Rs 5.5 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X