ટંકારાના છતર ગામે બાઇક અને ટ્રકનો ગોજારો અકસ્માત, 2ના મોત

ટંકારાના છતર ગામે બાઇક અને ટ્રકનો ગોજારો અકસ્માત, 2ના મોત

રાજકોટઃ મંગળવારે સવારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલ છતર ગામ પાસે ગોજારો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક સાથે બાઇકનો અકસ્માત થતાં બે લોકોના મોત નિપજ્યાં હતાં. આ અકસ્માત રાજકોટથી 25 કિમી દૂર આવેલ છતર ગામ પાસે સર્જાયો હતો.

accident

અકસ્માતને પગલે રાજકોટના તૈયબ ઇસ્માઇલ જુનેજા (50) અને તેના સંબંધી અને હડાલાના રહેવાસી તૈયબ સિદ્દિકી જુનેજા (57)નું મૃત્યુ થયું છે. આ બંને શખ્સ બાઇક પર સવાર થઇ રાજકોટથી હડાલા તરફ જઇ રહ્યા હતા. દરમિયાન તેમનો અકસ્માત નડતાં બંનેના મોત થયાં છે.

પોલીસે આ મામલે જણાવ્યું કે પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રકે તેમની બાઇકન પાછળથી ટકક્ર મારી હતી, વધુમાં પોલીસે જણાવ્યું કે અકસ્માતને પગલે એક શખ્સ ટ્રકના ઝોટા નીચે આવી જતાં કચડાઇ ગયો હતો જ્યારે અન્ય એક બાઇક સવાર બાઇક પરથી ઉછળી રોડ પર માથાભેર પટકાયો હોવાને પગલે તેનું પણ મોત થયું છે.

પોલીસ મુજબ બંન બાઇકસવાર ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. ટંકારા પોલીસ સ્ટશનના કર્મચારીએ જણાવ્યા મુજબ લોકોના ડરથી ટ્રક ડ્રાઇવર પોતાનો ટ્રક છોડીને ફરાર થઇ ગયો છે. જો કે ડ્રાઇવર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X