For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના હાપાથી 225 MT લિક્વિડ ઑક્સિજન લઈ જતી ઑક્સિજન એક્સપ્રેસ આજે પહોંચશે દિલ્લી

ભારતીય રેલવેએ સૂચિત કર્યુ છે કે ગુજરાતના હાપાથી લગભગ 225 મેટ્રિક ટન લિક્વિડ ઑક્સિજન લઈ જતી ઑક્સિજન એક્સપ્રેસને આજે દિલ્લી કેંટમાં ઉતારી દેવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતીય રેલવેએ સૂચિત કર્યુ છે કે ગુજરાતના હાપાથી લગભગ 225 મેટ્રિક ટન લિક્વિડ ઑક્સિજન લઈ જતી ઑક્સિજન એક્સપ્રેસને આજે દિલ્લી કેંટમાં ઉતારી દેવામાં આવશે. રેલવેના જણાવ્યા અનુસાર ટ્રેનમાં લિક્વિડ મેડિકલ ઑક્સિજન(LMO)ની માત્રા સૌથી વધુ છે જેને એક જ ટ્રેનમાં લાવવામાં આવી રહ્યુ છે. રેલવે મંત્રાલયે રવિવારે રાતે ટ્રેન રવાના થયાની સૂચના આપી. મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યુ કે, '224.67 ટન લિક્વિડ ઑક્સિજન(LMO)સાથે 11 ટેન્કર લઈ જતી વધુ એક એક્સપ્રેસ ટ્રેન ગુજરાતના હાપાથી દિલ્લી કેન્ટ માટે રવાના થઈ છે. આ ટ્રેનમાં LMOના સૌથી વધુ વૉલ્યુમ એક જ ટ્રેનમાં લઈ જવામાં આવી રહ્યા છે.'

oxygen express

ઉલ્લેખનીય છે કે ભારતીય રેલવેએ દેશમાં અત્યાર સુધી 268 ટેન્કરોમાં લગભગ 4200 મેટ્રિક ટન લિક્વિડ મેડિકલ ઑક્સિજનનુ વિતરણ કર્યુ છે. રેલવે મંત્રાલય દ્વારા જારી એક નિવેદન અનુસાર અત્યાર સુધી 68 ઑક્સિજન એક્સપ્રેસે પોતાની યાત્રા પૂરી કરી લીધી છે. મંત્રાલયે જણાવ્યુ કે, 'અત્યાર સુધી મહારાષ્ટ્રમાં 293 મેટ્રિક ટન, ઉત્તર પ્રદેશમાં 1230 મેટ્રિક ટન, મધ્ય પ્રદેશમાં 271 મેટ્રિક ટન, હરિયાણામાં 555 મેટ્રિક ટન, તેલંગાનામાં 123 મેટ્રિક ટન, રાજસ્થાનમાં 40 મેટ્રિક ટન અને દિલ્લીમાં 1679 મેટ્રિક ટન લિક્વિડ ઑક્સિજન પહોંચાડવામાં આવી ચૂક્યો છે.'

આસામના નગાંવમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, તીવ્રતા 3 મેગ્નિટ્યુડઆસામના નગાંવમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, તીવ્રતા 3 મેગ્નિટ્યુડ

તમને જણાવી દઈએ કે દેશમાં હાલમાં કોરોના વાયરસની ઘાતક બીજી લહેર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3.66 લાખ નવા કોરોના વાયરસ કેસ સામે આવ્યા છે. જ્યારે 3747 મોત થયા છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્લી અને ગુજરાતની સ્થિતિ અત્યંત ગંભીર છે. દેશમાં કોરોનાના કેસોમાં સામાન્ય ઘટાડો નોંધાયો પરંતુ સક્રિય કેસ વધ્યા. ગઈ કાલે 3.53 લાખ કોરોના દર્દીઓ નોંધાયા હતા.

English summary
Oxygen Express with highest volumes of liquid oxygen arrives Delhi from Hapa, Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X