For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોરબંદરમાં કોસ્ટગાર્ડની બહાદુરુથી ટળી શક્યો 26/11 જેવો હુમલો

|
Google Oneindia Gujarati News

પોરબંદર, 2 જાન્યુઆરી: ગુરુવારે જ્યારે દેશના લોકો એક તરફ નવા વર્ષની ઉજવણીમાં ડૂબેલા હતા ત્યારે બીજી તરફ પાકિસ્તાનમાં આતંકવાદીઓ પોતાના કાળા ઇરાદાઓને અંજામ આપવાની કોશીશ કરી રહ્યા હતા. જોકે બે કોસ્ટગાર્ડની સૂઝબૂજ અને હિમ્મતના કારણે આતંકવાદીઓના ઇરાદાઓ નિષ્ફળ રહ્યા હતા.

ગઇકાલે મોડી રાત્રે પોરબંદરના દરિયા કિનારે એક પાકિસ્તાની બોટ દેખાઇ હતી. જોકે કોસ્ટગાર્ડે આ બોટને વિસલ દ્વારા ચેતવણી આપીને તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ આ બોટ અટકી નહીં. ત્યાર બાદ કોસ્ટગાર્ડે બોટ પર સવાર ચાલ લોકોને ડરાવવા હવામાં ફાયરિંગ પણ કર્યું. બાદમાં 20 મિનિટમાં બોટમાં અચાનક આગ લાગી ગઇ.

બોટને એક કલાક સુધી આંતરવામાં આવી
પોરબંદર ખાતેના કોસ્ટગાર્ડે આ બોટને એક કલાક સુધી આંતરી રાખી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલના સતત સંપર્કમાં હતા. નાવમાં ચાર લોકો સવાર હતા, જેવી નાવ રોકાઇ તેમાં બ્લાસ્ટ થઇ ગયો અને ચારેય લોકોના મોત થઇ ગયા.

gujarat
બોટમાં હતા હથિયાર
સૂત્રો દ્વારા મળતી માહિત અનુસાર આ એક ફિશિંગ બોટ હતી પરંતુ તેમાં હથિયાર હતા અને આ નાવ કરાચીના કેટી બંદરેથી આવી હતી. અત્રે નોંધનીય છે કે વર્ષ 2008માં થયેલા 26/11ના હુમલામાં પણ આતંકવાદીઓએ આવી રીતે જ દેશમાં ઘુસણખોરી કરી હતી. આ આતંકવાદી હુમલામાં 166 લોકોના મોત થયા હતા.

અડધી રાત્રે ચલાવવામાં આવ્યું ઓપરેશન
ઇંટેલીજન્સ એજન્સીને જે ઇનપુટ મળ્યા છે તે અનુસાર નાવમાં અરબ સાગર દ્વારા દેશની અંદર ગેરકાનૂની રીતે દાખલ થવાની કોશિશ હતી. ગુજરાતના પોરબંદરથી 350 કિમી દૂર દક્ષિણ પશ્ચિમ સરહદથી તેણે દેશમાં ઘુસવાની કોશીશ કરી. આ ઓપરેશન બે કોસ્ટ ગાર્ડે કેટલાંક શિપ્સ અને ડોર્નિયર એરક્રાફ્ટની મદદથી પાર પાડ્યું.

રક્ષા મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર બોટમાં સવાર લોકોની તલાશ જારી છે. થોડા દિવસ પહેલા પણ ગુજરાતમાં આવી જ પાક બોટ મળી હતી. હવે આ નવી ઘટના બાદ દેશની તટીય સુરક્ષા અને સીમા સુરક્ષા પર સવાલ ઉઠવા લાગ્યા છે.

English summary
Fishing boat from Pakistan was seen at Gujarat coast on New Years Eve. This boat blew itself up.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X