For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છ સીમા પર ઘૂસી આવ્યા પાકિસ્તાની, BSFએ હરામીનાળાથી એકને પકડ્યો

કચ્છ પાસેની આંતરરાષ્ટ્રીય સીમાને ક્રોસ કરીને અમુક પાકિસ્તાની ઘણી હોડીઓ દ્વારા હરામીનાળામાં ઘૂસી આવ્યા.

|
Google Oneindia Gujarati News

કચ્છઃ પાકિસ્તાન તરફથી ભારતીય વિસ્તારમાં ઘૂસવાની હંમેશા કોશિશ થતી રહે છે. કચ્છ પાસેની આંતરરાષ્ટ્રીય સીમાને ક્રોસ કરીને અમુક પાકિસ્તાની ઘણી હોડીઓ દ્વારા હરામીનાળામાં ઘૂસી આવ્યા. ત્યાં પેટ્રોલિંગ કરી રહેલી બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ)ની ટીમની નજર તેમના પર પડી. બીએસએફે પાકિસ્તાનીઓનો પીછો કર્યો. જો કે તે પાછા ભાગવા લાગ્યા. તેમણે દલદલી વિસ્તારનો ફાયદો ઉઠાવ્યો અને પકડમાંથી છટકી ગયા. સ્થળ પરથી એક પાકિસ્તાની નાગરિક બીએસએફના જવાનોના હાથે લાગ્યો. પૂછપરછમાં જાણવા મળ્યુ કે તે માછીમાર છે. તેના ઉપરાંત બીએસએફે 4 બીજી પણ હોડીઓ જપ્ત કરી. બધી હોડીઓની તપાસ કરવામાં આવી પરંતુ તેમાં કંઈ શંકાસ્પદ મળ્યુ નહિ.

આ બતાવ્યુ પોતાનુ નામ-સરનામુ

આ બતાવ્યુ પોતાનુ નામ-સરનામુ

પાકિસ્તાની માછીમારે પોતાનુ નામ મોહમ્મદ સિદ્દિક જણાવ્યુ અને કહ્યુ કે સિંધ પ્રાંતના સુજાવલ જિલ્લાના ગોલારચીનો રહેવાસી છે. વળી, બીએસએપના અધિકારીએ જણાવ્યુ કે ખરાબ હવામાનના કારણે પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીની કોશિશો વધી ગઈ છે. એવામાં બીએસએફ તરફથી હરામીનાળા અને તેની આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.

સવારના સમયની ઘટના

સવારના સમયની ઘટના

4-5 પકિસ્તાની માછીમારોના ભારતીય સીમામાં ઘૂસી આવવાની ઘટના રવિવારે સવારે છ વાગ્યાની છે જ્યારે તેમની નાવ હરામીનાળા વિસ્તારમાં જોવા મળી. તે માછીમારો ખરાબ હવામાનનો ફાયદો ઉઠાવીને ભારતીય સીમામાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા હતા. બીએસએફની પેટ્રોલિંગ પાર્ટીએ તેમને ભારતીય સીમામાં પ્રવેશ કરતા જોયા ત્યારબાદ તેમને પકડવાની કોશિશ કરવાની શરૂ કરવામાં આવી.

કંઈ શંકાસ્પદ ન નીકળ્યુ

કંઈ શંકાસ્પદ ન નીકળ્યુ

બીએસએફના અધિકારીએ કહ્યુ કે અમુક પાકિસ્તાની નાવો દેખાઈ હતી જેમાં સવાર 4-5 પાકિસ્તાની અહીં ખરાબ હવામાનનો ફાયદો ઉઠાવીને અમારા વિસ્તારમાં ઘૂસી રહ્યા હતા. બાદમાં તેમણે બીએસએફના જવાનોને જોઈ લીધા અને પછી દલદલી વિસ્તારનો ફાયદો ઉઠાવીને નાવથી કૂદીને ભાગવા લાગ્યા. બીએસએફે પીછો કરીને એક પાકિસ્તાની માછીમારને પકડી લીધો.

SCએ ફગાવી અરજી, નક્કી સમય પર જ થશે NEET-JEEની પરીક્ષાSCએ ફગાવી અરજી, નક્કી સમય પર જ થશે NEET-JEEની પરીક્ષા

English summary
Pakistani held for entering illegally in Gujarat, apprehended by BSF.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X