પંચમહાલમાં રાજકારણ ગરમાયું, ભાજપ સાસંદનો પુત્ર કોંગ્રેસમાં જોડાયો

Posted By:
Subscribe to Oneindia News

ગોધરામાં યોજાયેલા કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં પંચમહાલના ભાજપના સાંસદ પ્રભાત સિંહ ચૌહાણના પુત્ર પ્રવીણસિંહે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. તેની સાથે જ એક હજાર કાર્યકરો પણ જોડાયા હતા. સ્નેહમિલનમાં ઉપસ્થિતિ શંકરસિંહ વાઘેલા અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પ્રવિણસિંહ અને કાર્યકરોને કોંગ્રેસમાં આવકાર્યા હતા.

congress

જોકે પિતા પુત્ર સામ સામી પાર્ટીમાં હોવાથી હવે પંચમહાલનું રાજકારણ ગરમાયુ છે અને ચૂંટણી સમયે કેવા કેવા પરિમાણો સર્જાશે તે વિશે અત્યારથી જ વિવિધ તર્ક વિતર્ક થઈ રહ્યા છે. નોંધનીય છે કે પ્રભાત સિંહ ચૌહાણ અને તેમના પુત્ર પ્રવીણસિંહે બન્નેએ આગમી ચૂંટણીમાં પોતાની જીતનો દાવો કર્યો છે.

English summary
Panchmahal politics: BJP MP Prabhat singh's son joined Congress.
Please Wait while comments are loading...