પંચમહાલમાં વહુના પ્રચારમાં ઉતાર્યા 77 વર્ષના સસરા

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની પંચમહાલ જિલ્લાની સીટ અવાર નવાર નવા નવા વિવાદો સાથે ચર્ચામાં રહે છે. ક્યારેક સાસુના કારણે, ક્યારેક વહુના કારણે, જાણે કે એકતા કપૂરની સિરીયલ ચાલતી હોય. જો કે હવે આ તમામ વિવાદ દૂર થઇ ગયા છે અને આખો પરિવાર ભાજપને જીતાડવા માટે આખરે એક થયેલો દેખાય છે. અહીં વાત થાય છે પંચમહાલના કલોકની ભાજપની સીટની. જ્યાં 77 વર્ષીય પ્રભાતસિંહ ચૌહાણે તેમની બીજી પત્ની રંગેશ્વરી દેવી માટે સીટ માંગી હતી અને ભાજપ તેના બદલે ચૌહાણની પહેલી પત્નીના પુત્રની પત્ની એટલે કે પ્રવીણ ચૌહાણની પત્ની સુમનબેનને વોટ આપી ઘરમાં ભૂકંપ લાવી દીધો.

સાસ વહુ અને...

સાસ વહુ અને...

અધુરામાં શરૂઆતમાં ટિકિટ ના મળવાના કારણે રંગેશ્વરી દેવીએ તેમની વહુને ફેસબુક પણ લડી પણ નાંખી હતી. તેમ કહીને કે કેમની પ્રચાર કરવા માટે બહાર જાય છે જોવું છું! પણ પછી લાગ્યું કે આમ કે આમ ફાયદો તો ઘરને જ થશે એટલે તેમણે સમાધાન કરી લીધું અને હવે સાંસદ પ્રભાતસિંહ તેમની વહુ માટે ચૂંટણી પ્રચાર પણ કરી રહ્યા છે. ત્યારે આ પ્રસંગે સુમન બેન 77 વર્ષીય સસરા અને 40 વર્ષીય સાસુમાં શું કહ્યું જાણો અહીં.

સસરાની સ્પષ્ટતા

સસરાની સ્પષ્ટતા

પ્રભાતસિંહ ચૌહાણે સુમનબેનના ચૂંટણી સભામાં આ અંગે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે જ્યારે ટિકિટની જાહેરાત થઇ ત્યારે પરિવારમાં ચોક્કસથી અણબન થઇ હતી. પણ હવે ઉમેદવારને જાહેર કર્યા પછી અમારા પરિવારે પંચમહાલમાં ભાજપની જીતને સુનિશ્ચિત કરવાનું નક્કી કર્યું છે. અને આ માટે અમે મળીને કામ કરી રહ્યા છીએ.

સાસુમાંનું શું કહેવું છે.

સાસુમાંનું શું કહેવું છે.

રંગેશ્વરી દેવી પ્રભાત સિંહના બીજા નંબરના પત્ની છે. અને રાજકારણમાં આ ક્ષેત્રમાં આગળ પડતા છે. આ માટે જ તેમણે ટિકિટની આશા રાખી હતી. જો કે હવે તેમની વહુને ટિકિટ મળતા તેમણે પણ વહુના પ્રચારમાં રસ બતાવ્યો છે. જો કે કલોલની આ સીટ તેના કામ કરતા આ વિવાદના કારણે ગુજરાતભરમાં વધુ પ્રચલિત થઇ છે.

સુમનબેન

સુમનબેન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જ્યારે પાંચમી લિસ્ટ બહાર પડી ત્યાં તે લિસ્ટમાં સુમનબેનનું નામ આ બેઠક માટે બહાર આવ્યું હતું. નોંધનીય છે કે સુમનબેન પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. વોટ અપીલ માટે પણ ટૂંકમાં ભાષણ આપતા સુમનબેન માટે ચૂંટણીની આ રાજરમત નવી છે. ત્યારે મતદાન પછી આ સીટ પર તેમની જીત થાય છે કેમ તે હવે જોવું રહ્યું.

English summary
Panchmahal’s BJP MP Prabhatshinh Chauhan has been campaigning for his daughter-in-law,

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.