પંચમહોત્સવનો બીજો દિવસ - લોકગાયક પાર્થિવ ગોહિલે સંગીત સંધ્યા રજૂ કરી
Panchmahotsav Day 2 : પંચમહાલ જિલ્લામાં આવેલા ચાંપાનેર-પાવાગઢ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આજ રોજ પંચમહોત્સવના બીજા દિવસે લોકગાયક પાર્થિવ ગોહિલે સંગીત સંધ્યા રજૂ કરી હતી. કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમ થકી થઈ હતી. રાવણ હથ્થા દ્વારા લોક સંગીત રજૂ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પાવાગઢ યાત્રાધામ પર બનેલા ચાર તથા પ્રવાસન વિભાગ દ્વારા નિર્મિત ખુશ્બુ ગુજરાત કી ફિલ્મનું એલઇડી પર નિદર્શન કરવામાં આવ્યું હતું. નોધનીય બાબત છે કે, સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી પંચમહોત્સવને આજે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળી છે.

પંચમહોત્સવના બીજા દિવસે, લોકગાયક પાર્થિવ ગોહિલે સંગીત સંધ્યા રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, આવતીકાલે રાજભા ગઢવી સંગીત સંધ્યા રજૂ કરશે, મુખ્ય કાર્યક્ર્મ રાત્રે 9 વાગ્યાથી શરૂ કરવામાં આવશે.
પંચમહોત્સવની બાજુમાં ક્રાફટ બજાર જ્યાં જિલ્લાની ઓળખ સમાન વિવિધ હસ્ત બનાવટની વસ્તુઓ, ફૂડ સ્ટોલ ખાતે જિલ્લાના વ્યંજનો, બાળકો માટે એમ્યુઝમેન્ટ પાર્ક ઊભો કરાયો છે.જેનો લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન ગુજરાતી એક્ટર યશ સોની દ્વારા પોતાની આવનારી ફિલ્મ ડેની જીગરનું પ્રમોશન કરવામાં આવ્યું હતું. આજના પ્રસંગે જિલ્લા કલેક્ટર આશિષ કુમાર, અધિક જિલ્લા કલેક્ટર એમ. ડી. ચુડાસમા, પ્રાંત અધિકારી હાલોલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સંગીત સંધ્યા પહેલા યોજાયેલા કાર્યક્રમમાં જાહેર જનતાને હેરિટેજ વૉકમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી. આ સાથે ગુજરાતના અણમોલ સાંસ્કૃતિક વારસાના જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ હેરિટેજ વૉકમાં કુલ 10 અલગ અલગ વર્લ્ડ હેરિટેજ સ્મારકો ખાતે પગપાળા યાત્રામાં પ્રવાસીઓ પણ સહભાગી થયા હતા. ઉપસ્થિતોને આ સ્મારકો અને તેના મહત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
