For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાડિંયન ગુજરાતના નવા મુખ્ય સચિવ, છ આઇએએસ અધિકારીની થઇ બદલી

By Super
|
Google Oneindia Gujarati News

D-J-Pandian
ગાંધીનગર, 30 ઓક્ટોબરઃ ડો. વરેશ શાહની નિવૃત્તિના પગલે એડિશનલ ચીફ સેક્રેટરી, ઇન્ડસ્ટ્રિઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટ, સચિવાલય ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહેલા ડીજે પાંડિયનની મુખ્ય સચિવ તરીકે બદલી કરવામાં આવી છે. તેઓ 31 ઓક્ટોબરથી પોતાનો ચાર્જ સંભાળશે. આ સાથે જ અન્ય છ આઇએએસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે, તથા વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, જે અહીં નીચે જણાવવામાં આવ્યું છે.

ડીજે પાંડિયન
એડિશનલ ચીફ સેક્રેટરી, ઇન્ડસ્ટ્રિઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટ, સચિવાલય ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહેલા ડીજે પાંડિયનની બદલી મુખ્ય સચિવ ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. તેમની બદલી ડો. વરેશ શાહની નિવૃત્તિના પગલે કરવામાં આવી છે.

ડો. એસકે નંદા
એડિશનલ ચીફ સેક્રેટરી, હોમ ડિપાર્ટમેન્ટ અને સચિવાલય ગાંધીનગરમાં ફરજ બજાવતા ડો. એસકે નંદાની એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ ડિપાર્ટમેન્ટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ કેમિકલ લિમિટેડ તરીકે ટ્રાન્ફર કરવામાં આવી છે.

આંતનુ ચક્રવર્તી
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, વડોદરામાં ફરજ બજાવી રહેલા આંતનુ ચક્રવર્તીની પ્રિન્સિપલ સેક્રેટરી, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટ, સચિવાલય ગાંધીનગર ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે. આ ઉપરાંત તેમને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પેરેશન, ગાંધીનગરનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.

જીઆર આલોરિયા
એડિશનલ ચીફ સેક્રેટરી, અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ સચિવાલય, ગાંધીનગરમાં ફરજ બજાવી રહેલા જીઆર આલોરિયાને ચીફ સેક્રેટરી, હોમ ડિપાર્ટમેન્ટનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.

કેએન ભટ્ટ
લેન્ડ રિફોર્મ્સ કમિશનર એન્ડ એક્સ ઓફિસિઓ સેક્રેટરી, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, સચિવાલય ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહેલા કેએન ભટ્ટની ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર અને રિહાબિલિટેશન કમિશનર, સરદાર સરોવર પુનર્વસાવત એન્જસી ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે.

જેએન સિંહ
એડિશનલ સેક્રેટરી, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, સચિવાલય ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહેલા જેએન સિંહને લેન્ડ રિફોર્મ કમિશનર અને એક્સ ઓફિસિઓ એડિશનલ ચીફ સેક્રેટરી, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, સચિવાલય ગાંધીનગરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

બીબી સ્વાઇન
વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન, ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહેલા બીજી સ્વાઇનને મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન, અમદાવાદનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

English summary
Pandian becomes new Chief Secretary of Gujarat, transfer of six other senior IAS
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X