For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાટણ: શિયાળુ પાક લેવાના સમયે અસામાજીક તત્વોએ તોડી દીધી કેનાલ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શિયાળુ પાક લેવાના સમયે અસામાજીક તત્વોએ કેનાલ તોડી.

|
Google Oneindia Gujarati News

પાટણઃ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદા નિગમ દ્વારા શિયાળુ પાકના વાવેતર માટે નર્મદા કેનાલમાં પાણી આપવામાં આવી રહ્યુ છે. ત્યારે કેટલાંક વિઘ્નસંતોષી તત્વો દ્વારા રાતના સમયે કેનાલ તોડી નાખવામાં આવી હતી. આવા અસામાજિક તત્વો સામે નર્મદા નિગમ દ્વારા ફરિયાદ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.

patan canal

ખેડૂતોએ જણાવ્યુ હતુ કે અમારે ચોમાસુ પાક નિષ્ફળ ગયો છે અને ઉનાળાની સિઝનમાં કંઈ થતુ નથી. જ્યારે શિયાળાની સિઝનમાં અમે આખા વર્ષની કમાણી ખેતી પર કરીએ છીએ. અમારો પરિવાર આ ખેતી પર નિર્ભર હોય છે. આ પ્રકારના કૃત્યોથી ખેડૂતોની હાલત કફોડી બની છે. નોંધનીય છે કે અસામાજિક તત્વોના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો દ્વારા નર્મદા નિગમના અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

Recommended Video

પાટણ : રાઘનપુર તાલુકામાં શિયાળુ પાક લેવાના સમયે અસામાજીક તત્વો દ્વારા કેનાલ તોડી નાખવામાં આવી

એક ગ્રામજને જણાવ્યુ હતુ કે, 'અસામાજિક તત્વો ખેડૂતોને હેરાન કરવા માટે અધિકારીઓ પર દબાણ કરી કેનાલ બંધ કરાવડાવે છે જેના કારણે અમારે ખેડૂતોએ મરવાના દિવસો આવે છે. આ ચાર મહિનાની મહેનતથી અમારે 12 મહિનાની આજીવિકા લેવાની હોય છે. જો આ રીતે અધિકારીઓને દબાણમાં લાવી કેનાલ બંધ કરે તો અમારે ક્યાં જવુ? અમે મોંઘા ભાવના બીજ લાવીને રાખ્યા છે જો પાણી ન મળે તો અમારે ગળે ટૂંપો ખાવાના દિવસો આવે. જેણે પણ આ કેનાલ તોડી હોય અને જેઓ અધિકારીઓ પર કેનાલ બંધ કરવાનુ દબાણ કરતા હોય તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.'

કોરોનાનો કહેરઃ કબ્રસ્તાનોમાં શબોનો ઢગલો, દર બે કલાકે 3 લાશોકોરોનાનો કહેરઃ કબ્રસ્તાનોમાં શબોનો ઢગલો, દર બે કલાકે 3 લાશો

English summary
Patan: Anti-social elements demolished the canal during the winter harvest
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X