બાઇક ડીટેઇન થતા જ આ ભાઇને આવ્યા માતાજી અને કહ્યું દંડ નહીં ભરું

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

આજે ગુજરાતના પાટણમાં બનેલા એક ઘટના ટોક ઓફ ધ ટાઉન બની રહી છે. આ ઘટનાનો વીડિયો જોતા કેટલાકને રમૂજ થઈ રહી છે તો તો કેટલાક ધર્મભીરું લોકો આ ઘટનાને માતાજીના પવન સાથે સાંકળી રહ્યા છે.

patan video

ઘટના એવી હતી કે પાટણ જિલ્લામાં ટ્રાફિક નિયંત્રણ વિભાગે નો પાર્કિંગ ઝોનમાં રસ્તા પર આડેધડ પાર્ક કરતા વાહનો પર તવાઈ બોલાવી હતી. તે સમયે એક ભાઇનું આડેધડ પાર્ક કરેલું બાઇક પણ ડીટેઇન કર્યું હતુ ત્યારે એ ભાઇએ પોતાનું બાઇક લેવા માટે અધિકારીઓ સાથે ઘણ માથાકૂટ કરી હતી. જોકે સંબંધિત અધિકારીઓ તેને મચક આપી નહોતી અને દંડ ભરવા માટે કહ્યું હતું. આથી થોડી ક ક્ષણોમાં જ આ ભાઈ માતાજીનો પવન આવ્યો હોય તેમ ધૂણવા માંડ્યા હતા અને તેમણે વાહન ડીટેઇન કરવાના ટેમ્પાનો દરવાજો પકડી લીધો હતો અને બૂમો પાડી પાડીને તેઓ ધૂણતા હતા.

આ જોઈને લોકો માતાજી આવ્યા તેમ કહીને આ ઘટના જોવા ઉભા રહી ગયા હતા. જોકે આ નાટકને વાહન ડીટેઇન કરનારી ટીમે ગણકાર્યું નહોતું અને તેમણે ઘૂણનારા ભાઈ પાસેથી 200 રૂપિયા દંડ વસૂલી જ લીધો હતો. આ ઘટનાને પગલે થોડીવાર તો લોકોનો મોટું મનોરંજન મળી ગ્યુ હતું.

સામાનય રીતે મોટા શહેરોમાં પાર્કિંગને લગતી ઘટનાઓમાં વારંવાર એવું બનતું હોય છેકે ઘણા લોકો નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરીને જતા રહે છે અને તે દરમિયાન વાહન ડીટેઇન કરનારી ટીમ તામારું વાહન લઇને જતા રહે છે તે દંડ ભરીને છોડાવવા જવું પડે છે પરંતું પાટણના આ ભાઇએ જે કર્યું તે ઘટના આશ્ચર્ય અને રમૂજ ઉત્તપન્ન કરનારી હતી. તમે શહેરોમાં તો વારવંરા એવા દ્રશ્યો જોયા હશે જ્યાં ડ્રાફિક પોલીસ કે વ્હિકલ ટોઇંગ ટીમ સાથે માથાકૂટ કરતા હોય. પરંતુ આ પ્રકારની ઘટનાનો વીડિયો વાઇરલ થતા અચરજ ફેલાયેલું હતું.

English summary
patan video became talk of the town

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.