અમિત શાહને મળ્યા બાદ રેશમા અને વરુણ પટેલ જોડાયા ભાજપમાં

Posted By:
Subscribe to Oneindia News

પાસ નેતા રેશ્મા પટેલ અને વરુણ પટેલે આજે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની સાથે ખાસ બેઠક કરી હતી. જે બાદ આ બન્ને પાસ નેતાઓએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે જ પાટીદાર જૂથમાં ભંગાણ પડ્યું છે. અને અમિત શાહ એક રીતે હાર્દિક પટેલને એકલો પાડવામાં સફળ થયા હોય તેમ મનાઇ રહ્યું છે. રેશ્મા પટેલ અને વરુણ પટેલે ભાજપ સાથે બેઠક કરીને પ્રેસકોન્ફર્ન્સમાં કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા ચૂંટણી વખતે ખોટા વચનો આપી સમાજની વોટબેંક પોતાના નામે કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જે અમે નહીં થવા દઇએ. સરકારે અમારા મુદ્દાઓને સાંભળ્યા છે અને આવનારા સમયમાં આ અંગે ઠોસ પગલાં લેવાની વાત કરતા અમે ભાજપમાં જોડાયા છે. 

reshma and varun patel

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ બાદ મહિલા પાટીદાર નેતાઓમાં રેશ્મા પટેલ સારું એવું વર્ચસ્વ ધરાવે છે. ત્યારે અમિત શાહને મળ્યા પછી રેશ્માએ હાર્દિક પટેલને કોંગ્રેસનો એજન્ટ ગણાવ્યો હતો. રેશ્મા પટેલ અને વરુણ પટેલ એમ બે મોટા પાટીદાર નેતાઓ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. અલ્પેશ ઠાકોરને ટ્વિટ કરીને ઓલ ધ બેસ્ટ કહેનાર હાર્દિક પટેલના ઘરમાં જ હાલ સ્થિત વણસી છે. ઉલ્લેખનીય છે કે ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર આજે જ દિલ્હીમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતા. અને તે કોંગ્રેસમાં 23મી ઓક્ટોબરે જોડાશે તેવી જાણકારી અલ્પેશે આપી હતી. ત્યારે ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ બન્ને પોત પોતાના પક્ષ મજબૂત કરવામાં સફળ રહી છે તેમ આજના દિવસની આ ખબરો પરથી લાગી રહ્યું છે. 

English summary
Gujarat Election 2017 : Patidar leaders Reshma Patel and Varun Patel met Amit Shah and join BJP

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.