રાહુલ ગાંધીનો સાચો ધર્મ કયો? સોમનાથની નોંધણી બાદ ચોમેર ચર્ચા
રાહુલ ગાંધીએ ફરીથી એક વાર ગુજરાત પ્રવાસનો આરંભ કર્યો છે અને રાહલુ ગાંધી સોફ્ટ હિંદુત્વ તરફ ઢળ્યા છે તે ચર્ચા વચ્ચે તેમણે આજે સોમનાથમાં સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. જોકે સોમનાથના રજિસ્ટર્ડમાં તેમણે બિન હિંદુ તરીકે નોંધણી કરતા તે સમગ્ર બાબત ચર્ચાનું કેન્દ્ર બની હતી. ઉલ્લેખનીય છે કે સોમનાથમાં બિન હિંદુઓના પ્રવેશ માટે ખાસ નિયમ છે જે નિયમ એવો છે કે બિન હિંદુએ સોમનાથ જનરલ મેનેજર સાથે મુલાકાત કરવી. હવે રાહુલે બિન હિંદુ તરીકે નોંધણી કરતા વિવાદ થયો છે કે તેમણે આવી ખાસ પરમીશન લેવાની જરૂર કેમ પડી?
નોંધનીય છે કે રાહુલ ગાંધી ઇન્દિરા ગાંધીના પૌત્ર છે અને ઇન્દિરા ગાંધીએ પારસી ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યા હતા .જ્યારે રાજીવ ગાંધીએ ખ્રિસ્તી સોનિયા સાથે લગ્ન કર્યા હતા. અને રાહુલ બિન હિંદુ છે તો ખ્રિસ્તી ધર્મ પાળે છે કે પારસી તે ચર્ચાનો વિષય બન્યો છે. વળી પ્રાપ્ત માહિતી મુજબ તેમની ચૂંટણી વખતની એફિડેવિટમાં તે હિંદુ છે તેવું લખેલું છે. ત્યારે રાહુલનો સાચો ધર્મ કયો તે મામલે આ નોંધણી પછી વિવાદ થયો છે.